ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મધ્યે વર્ષ ૨૦૧૬માં લુંટ કરવાના પ્રયત્ન કરતા ગુજરી જનારે સામનો કરતા તેના ઉપર ગુપ્તીથી હુમલો કરી ખુન નિપજાવવાના કેસમાં આરોપીનો નિદોર્ષ છુટકારો થયો હતો. ગાંધીધામ મધ્યે હોટલ મધુબનમાં રોકાયેલ મુસાફરો રાતના સમયે જમીને ઈસ્માઈલ તથા જોહેલભાઈ બંન્ને વોકિંગ કરવા નિકળ્યા હતા દરમ્યાન બાવળોની ઝાડીમાંથી ત્રણ ઈસમો નીકળેલ અને બન્નેને પકડીને બાવળોની ઝાડીમાં લઈ જઈ મોબાઈલ અને રૂપિયા કાઢી લીધા હતા દરમ્યાન ઈસ્માઈલભાઈ તે લોકોની પકડમાંથી છૂટીને ભાગી ગયો હતો. અને હોટલમાં જઈને મેનેજરને વાત કરતા મેનેજર હોટલના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યાં જોહેલભાઈ લોહી લુહાણ હાલતમાં મૃત હાલતમાં પડયા હતા. આ અંગે ફરીયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓ જગદીશ ઉર્ફે જગો જોગી, રામો ઉર્ફે રામજી જુમા સંજોટ, યાસીન ઉર્ફે અશ્વિન ઈસ્માઈલ કાજરીયાને ઝડપી લીધા હતા. આ અંગે અધિક સેશનસ જજની કોર્ટ ગાંધીધામમા ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી દરમીયાન બે આરોપી યાસીન અને જગદીશનુ મૃત્યુ થયું હતું. આરોપીઓના એડવોકેટ તરીકે ગાંધીધામના સીનીયર ધારાશાસ્ત્રી વાલજીભાઈ કારીઆ તથા પ્રવીણભાઈ મહેશ્વરી હાજર રહી સાહેદોની ધારદાર ઉલટ કરેલ અને અંતે કાયદાકીય દલીલો કરવામાં આવેલ અને નામદાર કોર્ટને બાકી રહેલ આરોપી રામ જુમા સંજોટ ગુન્હેગાર સાબિત થતો નથી તેવી દલીલો કરવામાં આવેલ તમામ રજુ થયેલ પુરાવા અને બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલ ઉલટ તથા દલીલો બાદ આરોપી ગુન્હેગાર સાબિત થાય તેટલા પુરાવા ન હોઈશંકાનો લાભ આપી નિદોર્ષ છોડી મુકવાનો નામદાર અધિક સેશન્સ જજએ હુકમ કર્યો હતો.


Add a comment