ગાંધીધામ ટુડે, ન્યૂઝ : હનુમાન જયંતિની પવિત્ર ઉજવણીમાં એક અનોખું ભક્તિભાવપૂર્વકનું દર્શન થયા છે, જ્યારે 6 વર્ષીય નિવાન કેવલરમણીએ પોતાના નમ્ર હાથોથી બનાવેલો “હનુમાન મોઝેઈક” દરેકનું ધ્યાન ખેંચે છે.
નિવાને આ અનોખી કૃતિ ઝેન બ્રેઈન એકેડમી, ગાંધીધામ ખાતે પોતાના કોચ મા. મહેક ભાટિયાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી હતી. આ સંસ્થા ગાંધીધામનું એકમાત્ર NSDC પ્રમાણિત ક્યુબિંગ સેન્ટર છે, જ્યાં બાળકોએ પોતાના હોશિયારિતાના અનોખા દેખાવ આપ્યા છે.
આ મોઝેઈક માત્ર કલા નથી, પણ ભગવાન હનુમાનji પ્રત્યેની નિવાનની અદભૂત શ્રદ્ધા, નિર્મળ ભક્તિ અને અકલ્પનીય સર્જનાત્મકતાનું પ્રતીક છે.
નાની ઉંમરે પણ ભક્તિનો ઊંડો ભાવ વ્યક્ત કરનાર નિવાનનું કામ હનુમાન જયંતિના પવિત્ર અવસરે સમર્પિત શ્રદ્ધાંજલિરૂપ બની ગયું છે.