ગુજરાતના દરિયાકાંઠે 1800 કરોડના ડ્રગ્સ સાથે બોટ ઝડપાઈ

ગુજરાતના દરિયાકાંઠે 1800 કરોડના ડ્રગ્સ સાથે બોટ ઝડપાઈ ગુજરાતના દરિયાકાંઠે 1800 કરોડના ડ્રગ્સ સાથે બોટ ઝડપાઈ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે. અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થનો કાળો કારોબાર કરનારા સુરક્ષા એજન્સીના સકંજામાં આવી જાય છે. ત્યારે, વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS)ને સફળતા મળી છે.

પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું. આ કાર્યવાહીમાં રૂપિયા 1800 કરોડનો 300 કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. કોસ્ટ ગાર્ડની શિપને જોઈને, પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા. જે બાદ કોસ્ટ ગાડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો. આ ઓપરેશન 12- 13 એપ્રિલે હાથ ધરાયું હતું.

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS)એ એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે અરબી સમુદ્રમાં 1800 કરોડનું ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન, 300 કિલો મેફેડ્રોન (MD) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ માહિતીના આધારે શરૂ કરાયેલા આ ઓપરેશનમાં ICG એ પોતાનાં જહાજો અને વિમાનોને તહેનાત કર્યાં હતાં.

કોસ્ટ ગાર્ડ અને ATSનું ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું. કોસ્ટ ગાર્ડની સ્પીડ બોટ અને જહાજોએ શંકાસ્પદ બોટને ઘેરી લીધી હતી અને ત્યાર બાદ તેને પકડી લીધી. ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક 13 એપ્રિલની રાત્રે બોટને અટકાવવામાં આવી હતી. જોકે, બોટની રાષ્ટ્રીયતા અને ક્રૂની માહિતી હજુ સુધી સત્તાવાર રીતે શેર કરવામાં આવી નથી.

ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારો ડ્રગ્સની દાણચોરી માટેનો મુખ્ય માર્ગ બની ગયા છે. તાજેતરના વર્ષોમાં, ICG અને ATSએ અનેક સંયુક્ત કામગીરીમાં મોટી માત્રામાં માદક દ્રવ્યો જપ્ત કર્યાં છે. ગયા વર્ષે, એપ્રિલ 2024માં, ICGએ પોરબંદર કિનારા નજીક એક પાકિસ્તાની બોટમાંથી 86 કિલો ડ્રગ્સ (600 કરોડ રૂપિયાની કિંમત) જપ્ત કર્યું હતું અને 14 પાકિસ્તાની ક્રૂ સભ્યની ધરપકડ કરી હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *