ગાંધીધામ ટુડે, ન્યૂઝ : તા.૧૪ એપ્રિલના ભાઈપ્રતાપની જન્મ જયંતીની ઉજવણી એસ.આર.સી દ્વારા કરવામાં આવી હતી. આ વેળાએ તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એસઆરસીના વર્તમાન એક્ટિંગ ચેરમેન પ્રેમ લાલવાણી, ડિરેક્ટર નરેશ બુલચંદાની, હરીશ કલ્યાણી, એસઆરસીના જનરલ મેનેજર ભગવાન ગેહાની, લેન્ડ મેનેજર દિલીપ કરના તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીગણ હાજર રહેલ હતા. સવારે પહેલા સાધબેલો (આદિસર તળાવ)માં આવેલ ભાઈ પ્રતાપની મૂર્તિને હાર પહેરાવી શ્રદ્ધા પૂર્વક ભાઈ પ્રતાપ અમર રહેના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ત્યાર બાદ એસઆરસી મુખ્ય ઓફિસમાં ફુલ હાર ચડાવી કેક કાપવામાં આવી હતી. પ્રેમ લાલવાણીએ તમામ કર્મચારીઓને હળી મળીને નિષ્ઠા પૂર્વક એસ.આર.સી.ના હિતમાં કામ કરવાની નેમ આપી હતી. કાર્યક્રમનું સંચાલન સીનિયર એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયકિશન હેમનાની દ્વારા કરવામાં આવ્યું હતું.


Add a comment