ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામમાં ઝોમેટો ડિલિવરી બોય્સ છેલ્લા ત્રણ દિવસથી હડતાલ પર છે. વર્કરોનો આક્ષેપ છે કે અગાઉ મળતાં પેઆઉટ અને પીકઅપની રકમ હવે મળતી નથી, જેને લઈને તેઓ આંદોલન પર ઉતરી આવ્યા છે.
ડિલિવરી બોય વિનોદ પરમારે જણાવ્યું કે, “પહેલાં જે પેઆઉટ મળતું હતું તે હવે બંધ થઈ ગયું છે. પીકઅપ માટે મળતી રકમ પણ હાલ આપવામાં આવતી નથી. જેથી તમામ ડિલિવરી બોય્સે કામ બંધ રાખવાનો ર્નિણય લીધો છે.”
અન્ય વર્કર મનોજે ઉમેર્યું કે, “છેલ્લા બે મહિનાથી કંપની તરફથી અમોને હેરાનગતિ અનુભવી રહી છે. કંપનીએ ૬ કલાકમાં ઉકેલ લાવવાની વાત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ.”
ડિલિવરી બોય્સનો ર્નિણય છે કે, જયાં સુધી સમસ્યાનું યોગ્ય સમાધાન નહીં આવે, ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. જયારે આ મામલે મેનેજમેન્ટ સાથે વાત કરી સમસ્યા વિશે જાણવાની કોશિશ કરી ત્યારે મેનેજમેન્ટ ઘમંડમાં રહી ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું.