ભુજ નજીક જૂની જેલ કમ્પાઉન્ડમાં લાગી ભીષણ આગ

ભુજ નજીક જૂની જેલ કમ્પાઉન્ડમાં લાગી ભીષણ આગ ભુજ નજીક જૂની જેલ કમ્પાઉન્ડમાં લાગી ભીષણ આગ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ભુજના સરપટ નાકા પાસે આવેલી જૂની જેલના કમ્પાઉન્ડમાં આજે આગ લાગતા ભયાનક આગ લાગી હતી. જેથી ભયજનક દૃશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા વાહનો આગની ચપેટમાં આવી ગયા હતા, દરમિયાન આગને કારણે ધડાકા અને બ્લાસ્ટના અવાજો સંભાળાતા હતા. જ્યારે આગના કારણે ધૂમાડા દૂરદૂર સુધી સાત કિલોમીટર દૂરથી પણ જોવા મળ્યા હતા. આ ઘટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના નજીક બની હતી, જ્યાં પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા વાહનોને આગ લાગવાની ઘટના બની હતી. આ વાહનોની ટાંકીમાં પેટ્રોલ અને ડીઝલ હોવાના કારણે આગ અને ગરમીના કારણે વિસ્ફોટ થવાની શક્યતા હતી.

ફાયર બ્રિગેડની તાત્કાલિક કાર્યવાહી જ્યારે આગ લાગવાની જાણ થઈ, ત્યારે પોલીસ અને ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગે ઝડપી કામગીરી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. બંધ જેલમાં વર્ષોથી પડતર રહેલા ટુ-વ્હીલર વાહનોમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા સ્થળને સુરક્ષિત કરવામાં આવ્યું છે.

પેટ્રોલ-ડીઝલને કારણે આગ વિકરાળ જેલ કમ્પાઉન્ડમાં પોલીસે જપ્ત કરેલા વાહનોમાં આગ લાગતા અનેક ધડાકા અને વિસ્ફોટ થયા હતા. બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક બનેલી આ ઘટનામાં જપ્ત કરાયેલા વાહનોની ટાંકીમાં રહેલા પેટ્રોલ-ડીઝલને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આગ પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. વિવિધ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ આગની ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જી દીધો છે. આગના કારણો અને નુકસાનની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *