ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કેન્દ્રીય બજેટમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જ્યાં લક્ઝુરી એપાર્ટમેન્ટ્સમાં માસિક ₹7,500થી વધુ મેન્ટેનન્સ વસૂલાતી હોય, ત્યાં 18 ટકા જીએસટી લાગુ પડશે. આ નવા નિયમના અમલ સાથે ગુજરાતમાં લાખોથી વધુ એપાર્ટમેન્ટ્સ અને બંગલાઓ ધરાવતી હાઉસિંગ સોસાયટીઓ જીએસટીના કટગણામાં આવી ગઈ છે.
જીએસટી વિભાગે રાજ્યભરના લક્ઝુરીયસ એપાર્ટમેન્ટ્સનો સર્વે શરૂ કર્યો છે અને જ્યાં દર મહિને ₹7,500થી વધુ મેન્ટેનન્સ વસૂલાય છે, એવી તમામ સોસાયટીઓ પાસેથી વિગતો માંગવામાં આવી છે. જેમણે હજી સુધી જીએસટી નંબર મેળવ્યો નથી, તેઓને નોટિસ આપી જીએસટી રજીસ્ટ્રેશન કરાવવાની તાકીદ કરવામાં આવશે.
જીએસટીના નિયમો મુજબ:
- કોઈ પણ રેસિડેન્શિયલ વેલફેર એસોસિએશન (RWA)નું વાર્ષિક ટર્નઓવર જો ₹20 લાખથી વધુ હોય, અને વ્યક્તિગત મેમ્બર દર મહિને ₹7,500થી વધુ મેન્ટેનન્સ ચૂકવે છે, તો આખી રકમ પર જ 18% જીએસટી લાગુ પડશે.
- ઉદાહરણ તરીકે, જો મેન્ટેનન્સ રૂ. 9,000 હોય, તો સંપૂર્ણ રકમ પર જીએસટી ભરવો પડશે – માત્ર રૂ. 7,500ને પાર કરેલા હિસ્સા પર નહીં.
- જેઓ પાસે એકથી વધુ એપાર્ટમેન્ટ છે, તેમને દરેક રહેણાંક એપાર્ટમેન્ટ માટે અલગથી જીએસટી ભરવો પડશે.
એક અંદાજ અનુસાર, મોટા ભાગની સોસાયટીઓનું વાર્ષિક ટર્નઓવર સરળતાથી ₹20 લાખની મર્યાદા વટાવી જાય છે. માત્ર 23 ફલેટ કે બંગલાવાળી સોસાયટી પણ આ કટગણામાં આવે છે.
આ સાથે જ, RWA દ્વારા જીએસટી ભરવા માટે કન્સલ્ટન્ટ, ઓડિટર વગેરેની સેવાઓ લેવાં પડતાં ખર્ચ પણ વધારો કરશે. તમામ ખર્ચને જોતા એક સોસાયટી માટે વર્ષનો કુલ અંદાજિત ખર્ચ ₹5 લાખ સુધી પહોંચી શકે છે.