ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામે પ્રાથમિક શાળાની દિવાલ પાસે શ્રી સરકારની પડતર જમીન પર દબાણ કરનાર આરોપી અબ્દુલ હાસમ રાઉમાં, રહે. જૂના કટારિયા, તા. ભચાઉ, જિ. કચ્છ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આરોપી અબ્દુલ હાસમ રાઉમાંએ 416 ચોરસ ફૂટ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બે દુકાનો બનાવી હતી, જેને વેપારના હેતુથી ઉપયોગમાં લેવાઈ રહી હતી.
આ મામલે આરોપી વિરુદ્ધ લાકડીયા પોલીસ સ્ટેશનમાં શરીર સબંધી તથા મિલકત સબંધી અગાઉના ગુનાઓ નોંધાયેલા છે. સ્થાનિક તંત્ર દ્વારા દબાણ અંગે કાર્યવાહી હાથ ધરાઈ હતી અને ત્યારબાદ આરોપીએ આ દુકાનો જાતે જ દૂર કરી દેવી સ્વીકારી હતી.