ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ પાટણ જિલ્લા માટે આજનો દિવસ ગોઝારો રહ્યો છે. સમી-રાધનપુર હાઇવે પર અવાર નવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે આજે સમી-રાધનપુર હાઇવે પર એસ.ટી. બસ અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી માતાના મઢે જતી રીક્ષાને બસે ટક્કર મારતાં રીક્ષામાં સવાર 6 લોકોના મોત નીપજ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને એમ્બુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, આજે સવારે હિંમતનગરથી માતાના મઢે દર્શન કરવા રીક્ષામાં જઇ રહેલા શ્રદ્ધાળુને સમી-રાધનપુર હાઇવે પર અકસ્માત નડ્યો હતો. સમી નજીક આવેલી હોટલ પાસે બસે રીક્ષાને અડફેટે લેતાં રીક્ષાનો કચ્ચરણખાણ વળી ગયો હતો અને રીક્ષામાં સવાર 6 શ્રદ્ધાળુઓના મોત નીપજયા હતા. આ અકસ્માતના પગલે હાઇવે મોતની કિકિયારીથી ગૂંજી ઉઠ્યો હતો. મળતા અહેવાલ મુજબ, આ ટક્કર એટલી ભયાનક હતી કે રીક્ષાનો કચ્ચર ઘાણ વળી ગયો હતો. રીક્ષામાંથી લોકોના મૃતદેહ પણ બહાર પડ્યા હતા. આ ઉપરાંત બીજી તરફ અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતના પગલે હાઇવે મોતની કિકિયારીથી ગૂંજી ઉઠ્યો હતો.
અકસ્માતમાં મોતને ભેટેલાં કમનસીબ
- ફૂલવાદી બાબુભાઈ લાલાભાઇ (ઉં.વ. 70)
- ફૂલવાદી કાંતાબેન બાબુભાઈ (ઉં.વ. 60)
- ફૂલવાદી ઇશ્વરભાઇ લાલાભાઇ (ઉં.વ. 75)
- ફૂલવાદી તારાબેન ઈશ્વર ભાઈ (ઉં.વ. 70)
- ફૂલવાદી નરેશભાઈ ઇશ્વરભાઇ (ઉં.વ. 35)
- ફૂલવાદી સાયરાબેન દિલુભાઈ વાદી (ઉં.વ. 35)
તમામનું રહેઠાણ- અમરગઢ, તાલુકો રાધનપુર.