મેઘપર (બો)ના વેપારી સાથે ઓનલાઇન છેતરપિંડી

મેઘપર (બો)ના વેપારી સાથે ઓનલાઇન છેતરપિંડી મેઘપર (બો)ના વેપારી સાથે ઓનલાઇન છેતરપિંડી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં રહેતા એક વેપારી કમલેશ જગદીશ તિવારીના બેંક ખાતામાંથી ઓનલાઇન ઠગાઈ દ્વારા ₹ 24,76,000ની ઉચાપત કરવામાં આવી છે.

મેઘપર બોરીચીના ભાગીરથ નગરમાં રહેતા અને તિવારી ઇમ્પેક્સ ટિમ્બર નામની પેઢી ચલાવતા કમલેશ તિવારી અને તેમના પુત્ર તા. 8/4ના રોજ પડાણા લાકડાં જોવા ગયા હતા. ત્યારે તેમને તેમના બેંક ખાતામાંથી ₹ 4,90,000 કપાઈ ગયાનો મેસેજ આવતા તેમણે બેંક મેનેજરનો સંપર્ક કર્યો હતો. તેમણે કોઈને ચેક કે એટીએમ આપ્યા ન હોવા છતાં પૈસા કપાઈ ગયાની વાત કરી ખાતું બ્લોક કરવા જણાવ્યું હતું. દરમિયાન બીજા ચાર મેસેજ આવ્યા જેમાં અનુક્રમે ₹ 4,98,000, ₹ 4,97,000, ₹ 4,96,000 અને ₹ 4,95,000 કપાઈ ગયા હતા.

તાત્કાલિક ફરિયાદીએ ફોન બંધ કરી બીજા નંબરથી બેંક મેનેજરનો સંપર્ક કરી બેંકમાં જઈ ખાતું બ્લોક કરાવ્યું હતું. ત્યારબાદ તેમણે સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. ઠગબાજોએ અજાણ્યા રીતે વેપારીના ખાતામાંથી કુલ ₹ 24,76,000 ઉપાડી લીધા હતા.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *