ગુજરાત સરકારની મોટી જાહેરાત: ઇલેક્ટ્રિક વાહનો પર હવે માત્ર 1% ટેક્સ લાગશે

ગુજરાત સરકારની મોટી જાહેરાત: ઇલેક્ટ્રિક વાહનો પર હવે માત્ર 1% ટેક્સ લાગશે ગુજરાત સરકારની મોટી જાહેરાત: ઇલેક્ટ્રિક વાહનો પર હવે માત્ર 1% ટેક્સ લાગશે

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગુજરાત સરકારે પર્યાવરણને અનુકૂળ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવેથી 31 માર્ચ, 2026 સુધી ઇલેક્ટ્રિક વાહનો પર માત્ર 1% ટેક્સ જ વસૂલવામાં આવશે. અગાઉ આ ટેક્સ 6% હતો, જેમાં સરકારે 5%ની સીધી છૂટ આપી છે. આ જાહેરાત રાજ્યના 2025-26ના બજેટમાં કરવામાં આવી હતી, જેને હવે અમલમાં મૂકવામાં આવી છે.

આ નવા નિયમ હેઠળ વાહન માલિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકશે અને સીધો જ આ ટેક્સ ઘટાડાનો લાભ મેળવી શકશે. વાહનના પ્રકાર અનુસાર હવે આરટીઓમાં માત્ર 1% વ્હીકલ ટેક્સ જ ભરવાનો રહેશે.

ટેક્સમાં 5%ની છૂટ મળવાથી વાહન ખરીદનારાઓને મોટો ફાયદો થશે. અંદાજ મુજબ, કાર માલિકોને ₹ 30,000 થી લઈને ₹ 1 લાખ સુધીની બચત થશે. આ પગલાથી રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ફરીથી વધારો થવાની શક્યતા છે.

ઉદાહરણ તરીકે, જો કોઈ ઇલેક્ટ્રિક કારની કિંમત ₹ 10 લાખ હોય, તો તેના પર પહેલાં ₹ 60,000 ટેક્સ લાગતો હતો. પરંતુ હવે 5% ડિસ્કાઉન્ટ મળવાથી માત્ર ₹ 10,000 ટેક્સ ભરવાનો રહેશે, એટલે કે સીધો ₹ 50,000 નો ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને પ્રોત્સાહન આપવા માટે ટુ-વ્હીલર પર ₹ 25,000 અને ₹ 15 લાખથી ઓછી કિંમતની ફોર-વ્હીલર પર ₹ 1.50 લાખની સબસિડી આપી હતી. જો કે, છેલ્લા એક વર્ષથી આ સબસિડી બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 50% સુધીનો ઘટાડો નોંધાયો હતો. આ ટેક્સ ઘટાડાના નિર્ણયથી હવે વેચાણમાં ફરીથી તેજી આવવાની આશા છે. સુરત સહિત સમગ્ર રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ઘટ્યા બાદ સરકારે આ રાહત આપી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *