આદિપુરના અકસ્માત બાદ લોહીયાળ કટે બીજી યુવતીનો લીધો ભોગ !

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ આદિપુરમાં મુંદ્રા સર્કલ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક આવેલા ડીવાઈડર કટ પર બુધવારે થયેલ ગમખ્વાર અકસ્માત બાદ સમગ્ર શહેરમાં રોષની લાગણી જોવા મળી રહી છે. અકસ્માતમાં એક એમબીએ વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે જ્યારે બીજી યુવતીનું આજરોજ સવારે મૃત્યુ થયું હતું અને યુવક ગંભીર ઈજાઓ સાથે જીવન માટે હોસ્પિટલમાં ઝઝૂમી રહ્યો છે.

હાઈવે પર ધસમસતી આવતી ભુજ-રાજકોટ એસટી વોલ્વોએ રોડ ક્રોસ કરતી દ્રીચક્રી વાહન પર સવાર અંકિતા જીલરીયા અને રીતુ સર્વપલ્લીને અડફેટે લીધા હતા. બસ રોંગ સાઈડ પર જઈ બાઈક સવાર સમીર તૈવરને પણ કચડી ગઈ. ઘટનામાં રીતુ સર્વપલ્લીનું ઘટના સ્થળે જ્યારે અંકિતાનું આજરોજ આદિપુરમાં સારવાર દરમિયાન મોત થયું હતું. તો સમીર રાજકોટ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

આ ઘટનાને પગલે મૃતક અને ઘાયલ વિદ્યાર્થીઓના મિત્રો, સબંધીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઘટનાસ્થળે વિરોધ પ્રદર્શન કર્યું. તેમનું કહેવું છે કે આ ડીવાઈડર કટ ઘણા સમયથી જીવલેણ સાબિત થઈ રહ્યો છે અને અનેક વખત લોહી રેડાવનારો બની ચુક્યો છે. હવે તાત્કાલિક પગલાં લઈ કટ બંધ કરવો જોઈએ, નહીં તો લોકોનો આક્રોશ વધી શકે છે.

આદિપુર પીઆઈ શ્રી વાળાએ જણાવ્યું કે, “અહીં લોકોની લાગણી અને અકસ્માતોની ગંભીરતા જોતા, અમે માર્ગ અને મકાન (R&B) વિભાગને પત્ર લખી, અહીં કટ પાસે સ્પીડ બ્રેકર અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની શીઘ્ર માંગ કરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *