ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની સૂચના અને પ્રાંત અધિકારીશ્રી જે.કે.ગોહિલના માર્ગદર્શનમાં રાપર મામલતદારશ્રી એચ.બી.વાઘેલા તેમજ જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા ગાગોદર ગામના ગાગોદર પોલીસ સ્ટેશનની નજીક, ગાગોદર કાનમેર નેશનલ હાઈવે ઉપર સરકારી જમીન ઉપર અનઅધિકૃત રીતે ઊભા કરવામાં આવેલા કુલ ૦૭ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.

આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કુલ ૮૬૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલી હોટેલ, કોર્મિશયલ બાંધકામો, પાણીનો પ્લાન્ટ, ટાયર પંચરની દુકાનો વગેરે દૂર કરવામાં આવ્યા હતા અને સરકારી જમીનને ખુલ્લી કરાવવામાં આવી હતી.