ગાંધીધામમાં જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાનો વિરોધ

ગાંધીધામમાં જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાનો વિરોધ ગાંધીધામમાં જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાનો વિરોધ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકર્તાઓએ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું.

ગઇકાલે (૨૨ એપ્રિલ)ના રોજ થયેલા આ હૃદયદ્રાવક હુમલામાં ૨૭ જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના પગલે સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાયેલી છે, ત્યારે ગાંધીધામમાં પણ યુવા કાર્યકરોએ આતંકવાદ સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

શહેરના ભરચક ગાંધી માર્કેટ વિસ્તારમાં બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને તેમણે આતંકવાદીઓના પૂતળાનું દહન કર્યું હતું. આ દરમિયાન કાર્યકરોએ પાકિસ્તાન મુર્દાબાદ અને આતંકવાદીઓ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓએ આ હુમલાને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવ્યું હતું અને આતંકવાદને જડમૂળથી ખતમ કરવાની માંગ કરી હતી.

બજરંગ દળના કાર્યકરોએ સરકાર પાસે આતંકવાદી સંગઠનો સામે તાત્કાલિક અને સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ટાળી શકાય.

આ પ્રદર્શન દ્વારા ગાંધીધામના યુવાનોએ આતંકવાદ સામે પોતાની મક્કમતા અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ઉપરાંત, સર્વ સનાતન હિન્દુ સમાજ, સર્વ સનાતન હિન્દુ સંગઠન અને કોંગ્રેસ પક્ષે પણ આ હુમલાના વિરોધમાં ખુલ્લેઆમ પ્રતિકાર નોંધાવ્યો હતો અને દેશના સુરક્ષા દળોને મજબૂત પગલાં ભરવા માટે આહવાન કર્યું હતું.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *