ગાંધીધામ ટુડે, ન્યૂઝ : સ્ટ્રીટ વેન્ડર એસોસિયેશન કચ્છ (ગાંધીધામ યુનિટ) દ્વારા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં રાજવી ફાટકથી ઓમ સિનેમા ચાર રસ્તા અને મામલતદાર રોડના લારી ધારકો તેમજ ઓસિયો મોલના તમામ સ્ટ્રીટ વેન્ડરોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન એસોસિયેશનના પ્રમુખ ગોવિંદભાઈ ગઢવી, ઉપપ્રમુખ વિશાલભાઈ રીઝવવાની, ઉપપ્રમુખ સંજયભાઈ તેમજ દશરથભાઈ, મકસુદભાઈ, પ્રકાશભાઈ ઠક્કર, મયુરભાઈ ભાટિયા અને કિશનભાઈ સંજોટની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ સ્ટ્રીટ વેન્ડરોએ મૌન પાળીને શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
