- પોર્ટ ઓપરેશન સરળ બનાવે તેવી ટેકનોલોજી યુવાઓ લઈ આવે – સુશીલકુમાર સિંઘ
કાર્ગો હેન્ડલિંગની દ્રષ્ટિએ દેશના પ્રથમ નંબરના ગણાતા દિન દયાલ પોર્ટ કંડલા ની બીએનઆઈ ના યુવા સાહસીકો એ મુલાકાત લીધી હતી.કચ્છ જિલ્લાના યુવાઓ એ દિન દયાલ પોર્ટના ઓપરેશનને સમજી પોર્ટ સેક્ટરમાં કઈ કઈ તકો રહેલી છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
આ મુલાકાત દરમિયાન દિન દયાલ પોર્ટના ચેરમેન સુશીલકુમાર સિંધે બીએનઆઇ ફોર્ચ્યુન ના યુવા સભ્યો સાથે ચર્ચા વિચારણા કરી હતી. ચેરમેન દ્વારા આગામી સમયમાં આવી રહેલા ૩૦ હજાર કરોડ ના નવા રોકાણ બાબતે માહિતી આપવામાં આવી હતી. તેમને જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૫- ૨૬ માં ૧૭૫ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.આ ઉપરાંત તેમને કંડલા પોર્ટને ગ્રીન પોર્ટ બનાવવાની દિશામાં પણ મહત્વની કામગીરી હાથ ધરાઈ હોવાની વિસ્તૃત માહિતી આપી હતી.

યુવાઓ સાથેની ચર્ચામાં ચેરમેન સુશીલકુમાર સિંધે કહ્યું હતું કે પોર્ટ ઓપરેશનને સરળ કરે અને ઉત્પાદકતા વધારે તેવી ટેકનોલોજી બાબતે યુવાઓએ વિચારવુ જોઈએ. જેમાં પોર્ટ ખાતેની કામગીરી ઉપરાંત ડિજિટલ ટેકનોલોજી સંદર્ભે પણ વિશાળ તકો હોવાનુ તેમને જણાવ્યું હતું. યુવાઓને આવકારતા તેમને કહ્યું હતું કે પોર્ટને લગતા કામકાજ ને સરળ બનાવવા બાબતે આપની પાસે જો કોઈ આઈડિયા હોય તો અમે તેનુ સ્વાગત કરીએ છીએ.
બીએનઆઈ ફોરચ્યુન ના યુવાઓ એ પણ ચેરમેન સાથે મુક્ત મને ચર્ચા કરી હતી. આ પ્રસંગે પોર્ટના વાઇસ ચેરમેન સી હરિચંદ્રન ઉપરાંત બિઝનેસ ડેવલપમેન્ટ સેલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.