ગાંધીધામ ટુડે, ન્યૂઝ : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આકરી ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી છે. માહિતી અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે. પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, આગામી તારીખ 3 થી 10 મે દરમિયાન તીવ્ર માવઠું પડી શકે છે. આ સાથે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં 3 અથવા 4 મેના રોજ વરસાદ પડી શકે છે, જ્યારે કચ્છમાં 3 થી 6 મે દરમિયાન કરા સાથે વરસાદ થવાની આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે.


Add a comment