ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભચાઉ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ ભચાઉ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે હિંમતપુરા વિસ્તારમાં રહેતો સોયબઅલી કાસમભાઇ ભટ્ટી નામનો શખ્સ ગેરકાયદેસર દેશી હાથ બનાવટની સિંગલ બેરલ વાળી બંદૂક રાખે છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આરોપી સોયબઅલી કાસમભાઇ ભટ્ટીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી દેશી હાથ બનાવટની સિંગલ બેરલની બંદૂક કિંમત ₹ ૫,૦૦૦/- કબજે કરી હતી.
ઝડપાયેલા આરોપી વિરુદ્ધ પાડેલા આઇપીસી કલમ ૧૮૮ અને આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી) તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એન. પટેલ અને તેમની ટીમે કરી હતી. આગળની તપાસ ચાલુ છે.