ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ૧ મેના આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ નિમિત્તે કંડલા પોર્ટ કર્મચારી સંઘ દ્વારા સ્ટાફ ક્લબ, પોર્ટ કોલોની, ગોપાલપુરી ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
વેશભૂષા સ્પર્ધામાં વિજેતાઓ જાહેર કરાયા હતા, જેમાં ગ્રુપ એમાં પ્રથમ વિસરિયા મીરા પરેશ અને દ્વિતીય ધ્યાન રહ્યા હતા, જ્યારે ગ્રુપ બીમાં પ્રથમ ત્રિશા ભાનુશાલી અને દ્વિતીય આદિત્ય દેવેન્દ્રસિંહ વિજેતા બન્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અધ્યક્ષ તરીકે દિન દયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર સિંહ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ અન્ય અધિકારીઓમાં પર્સનલ ઓફિસર રવિ મહેશ્વરી, ડેપ્યુટી પર્સનલ ઓફિસર અરવિંદ પ્રધાન, પી.એ. ટુ એફ.એન. સી.ઓ. સુનિલકુમાર મહેશ્વરી, એકાઉન્ટ ઓફિસર દિલીપ સહાની, એ.એલ.સી. હનુ ગાંધી અને એ.એલ.ઈ.ઓ. નિર્મલ ઠાકુર પણ હાજર રહ્યા હતા.
સભામાં કંડલા પોર્ટ કર્મચારી સંઘના પ્રમુખ રાણા વિસરીયાએ ફેડરેશન અને યુનિયન દ્વારા વેજબોર્ડની સફળતા વિશે માહિતી આપી હતી. તેમણે કર્મચારીઓના ખાનગીકરણ અને કાચા કામદારોને કાયમી કરવાની બાબતો પર પણ વાત કરી હતી. સભામાં ઉપપ્રમુખ ભરત કોટીયા, ગુલશન ઇલાવ્યા, શ્યામ મૂર્તિ કુંડુ, ડેપ્યુટી જનરલ સેક્રેટરી સંદીપ પરમાર, ખજાનચી જયંતિ રિલાલ, અનવર માનજોઠી અને પ્રદીપ કોચર સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ડીપીએના ચેરમેન સુશીલ કુમાર સિંહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, કંડલા પોર્ટ ઓથોરિટી ઝડપી પ્રગતિ કરી રહ્યું છે અને ગ્રીન હાઈડ્રોજન હબ બનવા સાથે વિવિધ ઉદ્યોગો પણ જોડાવા માટે ઉત્સુક છે. કાર્યક્રમનું સંચાલન હનિફા અન્સારીએ કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન દ્વારા બાઇક રેલી અને મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયનના પ્રમુખ એલ. સત્યનારાયણે જણાવ્યું હતું કે, મજૂર દિવસે બાઇક રેલી યોજાઈ હતી, જેને ડીપીએના ચેરમેન સિંઘે પ્રસ્થાન કરાવ્યું હતું. ડીપીટીના અધિકારીઓમાં ઓમપ્રકાશ દાદલાણી અને રવિ મહેશ્વરીએ રેલીની શરૂઆત કરાવી હતી, જે એચએમએસ યુનિયન ઓફિસ, આદીનાથ આર્કેટ, ગાંધીધામથી શરૂ થઈ હતી. આ રેલી એફસીઆઈ કોલોની અને ગોપાલપુરી થઈને એસવીપી હોલમાં પૂર્ણ થઈ હતી, જ્યાં પ્રમુખ દ્વારા મીટિંગ અને મનોરંજનનો કાર્યક્રમ યોજાયો હતો. રેલીમાં મહેશ અખાણી, લલીત વરીયાણી, અનીલ પનીકર, પ્રવિણ ગઢવી, અલી ચાવડા, કિશન દનિચા, વિપુલ મહેશ્વરી, મુસાભાઈ નામે, સુંદરરાવ મનોજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.