ગાંધીધામના વેપારીઓને લીઝ મુક્તિની અપેક્ષા: વડાપ્રધાનને પત્ર પાઠવી કોમર્શિયલ ઝોનમાં ફેરફારની માગણી

ગાંધીધામના વેપારીઓને લીઝ મુક્તિની અપેક્ષા: વડાપ્રધાનને પત્ર પાઠવી કોમર્શિયલ ઝોનમાં ફેરફારની માગણી ગાંધીધામના વેપારીઓને લીઝ મુક્તિની અપેક્ષા: વડાપ્રધાનને પત્ર પાઠવી કોમર્શિયલ ઝોનમાં ફેરફારની માગણી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારત નગર વેપારી મંડળ દ્વારા વડાપ્રધાનને પત્ર પાઠવી ગાંધીધામની જમીન લીઝ મુક્ત કરવા માગણી કરવામાં આવી છે.

ભારત નગર વેપારી મંડળ દ્વારા વડાપ્રધાન કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, અંગ્રેજોથી આઝાદ થયા બાદ કમનસીબે દેશને વિભાજનનું દુ:ખ ભોગવવું પડયું હતું. વિભાજનની પીડા સાથે કચ્છમાં ગાંધીધામ નગર ઊભું કરવામાં આવ્યું હતું. ધીરે ધીરે વિકાસના પંથે દોડતું આ નાનકડું શહેર આજે મહાનગરમાં પરિવર્તિત થયું છે. અનેક સંકટ સામે અડીખમ ઊભેલા સંકુલને હવે સાચવવાની જરૂર છે.

દેશના ખૂણે ખૂણેથી અહીં વસવાટ માટે આવેલા લોકો માટે ગાંધીધામ મિની ભારતનો દરજ્જો ધરાવે છે.૫૦ હજારની વસ્તી હવે ૭ લાખને પાર કરી ગઈ છે. જે રીતે વસ્તી વધી છે એ જ રીતે વેપાર એકમો પણ વધ્યા છે. ગાંધીધામની રચના અન્ય શહેરો કરતા ભિન્ન હોવાના કારણે અહીં બહુ ઓછી માત્રામાં કોમર્શિયલ જગ્યાઓ હતી. દેશના દરેક ખૂણેથી રોજગાર માટે આવેલા લોકોએ ધીરે ધીરે ઘરમાં જ દુકાનો બનાવવાનું શરૂ કર્યું. રહેઠાણ વિસ્તારોમાં વેપાર એકમો બનતા ગયા અને બજારોનું નિર્માણ થયું. હવે જ્યારે શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ત્યારે ગાંધીધામના વિસ્તારોમાં રહેણાક મકાનોમાં ચાલતા વેપાર એકમોને હેતુફેરનો લાભ આપી કોમર્શિયલમાં પરિવર્તિત કરવામાં આવે તેવી માગણી કરી છે.

આ ઉપરાંત ગાંધીધામ, આદિપુરની જમીનો હજુ પણ લીઝ ઉપર છે. આઝાદીના ૭૭ વર્ષ પછી પણ લોકોએ પોતાનો લોહી પરસેવો એક કરીને લીધેલી સંપત્તિમાં માલિક નહીં પણ ભાડુઆતો છે. લોકોને એવો ભય છે કે, આ લીઝનો સમય પૂરો થશે ત્યારે લોકો અને તેના પરિવારનું શું થશે.? સરકારનો એક હુકમ લોકોના જીવનને અંધકારમાંથી આશાની નવી રોશની તરફ લઈ જઈ શકે છે. લોકોની જમીનોને એક જ નિર્ણયથી લીઝ મુક્ત કરીને વેપાર એકમોને હેતુ ફેરનો લાભઆપી છત, રોજગાર અને પરિવારનું રક્ષણ કરવા અનુરોધ કરાયો હતો.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *