ધોરણ 12નું પરિણામ જાહેર થતાં બોર્ડની વેબસાઇટ ઠપ્પ, વિદ્યાર્થીઓ મૂંઝવણમાં

ધોરણ 12નું પરિણામ જાહેર થતાં બોર્ડની વેબસાઇટ ઠપ્પ, વિદ્યાર્થીઓ મૂંઝવણમાં ધોરણ 12નું પરિણામ જાહેર થતાં બોર્ડની વેબસાઇટ ઠપ્પ, વિદ્યાર્થીઓ મૂંઝવણમાં

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આજે ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાંની સાથે જ બોર્ડની વેબસાઇટ ઠપ્પ થઈ ગઈ હતી, જેના કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી 2025ના અંતમાં લેવાયેલી ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે.

વેબસાઇટ ઠપ્પ થવાના કારણે વિદ્યાર્થીઓ તાત્કાલિક પોતાનું પરિણામ જોઈ શક્યા ન હતા અને તેઓ પરિણામ જાણવા માટે અધીરાઈથી રાહ જોતા જોવા મળ્યા હતા.

જોકે, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51 ટકા જાહેર થયું છે. જેમાં ગુજરાતી માધ્યમનું પરિણામ 83.77 ટકા અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 83.49 ટકા રહ્યું છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 93.7 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ જાહેર થતાંની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.

વિદ્યાર્થીઓની માર્કશીટ અને પ્રમાણપત્ર અંગેની માહિતી હવે પછી આપવામાં આવશે. પરીક્ષા પછી ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તુટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે અને માર્કશીટ તથા પ્રમાણપત્ર શાળાઓને મોકલી આપવામાં આવશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *