રામબાગ હોસ્પિટલ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો

રામબાગ હોસ્પિટલ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો રામબાગ હોસ્પિટલ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
  • ડિજિટલ અરેસ્ટ સહિતના ફ્રોડથી બચવા મેડિકલ સ્ટાફને જાગૃત કરાયા

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : તા.05/05/2025ના રોજ ગાંધીધામની સરકારી હોસ્પિટલ રામબાગ ખાતે જાયન્ટ ગ્રુપ ઓફ ઇફ્કો સહેલી તથા પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમ જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હોસ્પિટલના મેડિકલ સ્ટાફને સાયબર ક્રાઈમ અંગે જાણકારી અપાઈ હતી. અવેરનેસ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફને સાયબર ક્રાઈમથી સુરક્ષિત રહેવા અંગે મહત્ત્વની જાણકારી આપવામાં આવી હતી, જેમાં સાયબર ક્રાઈમ શું છે, તેના પ્રકાર અને નવા નવા ટ્રેન્ડ તથા ડિજિટલ એરેસ્ટ શું છે? તેનાથી બચવાના ઉપાય, સોશિયલ મીડિયા સુરક્ષા ટિપ્સ તથા સાયબર ક્રાઈમથી બચાવવા શું કરવું, શું ન કરવું વગેરે બાબતે મહત્ત્વપૂર્ણ જાણકારી આપવામા આવી હતી.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ગોપાલભાઈ સોધમ દ્વારા ઉપસ્થિતોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ વેળાએ સાયબર ક્રાઈમ પોલીસના દશરથભાઈ,ગીતાબેન અસરી,મોહનબેન પૂરોહિત તથા રામબાગ હોસ્પિટલના સુપરીટેન્ડેન્ટ ડોક્ટર હરેશ મટાણી, આઈ.એમ.એ ગાંધીધામ જોઈન્ટ સેક્રેટરી ડોક્ટર જય ગણાત્રા, જાયન્ટ ગ્રુપ ઓફ ઇફ્કો સહેલીના યુડી ડોક્ટર સુનિતા દેવનાની,પ્રમુખ ભારતી માખીજાણી,આઇપીપી હેમલત્તા ગોલાણી, ટ્રેઝરર કક્ષા વોરા તથા પ્રિયંકા ચૌધરી અને 50 જેટલા સ્ટાફ મેમ્બર હાજર રહ્યા હતા.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *