ગાંધીધામ ટુડે, ન્યૂઝ : 15 Naxalites Killed in Bijapur District
પહલગામમાં થયેલા આક્રોશજનક આતંકી હુમલાનો ભારતે પાકિસ્તાન પર ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા કડક જવાબ આપ્યો છે. આ ઓપરેશનમાં 9 આતંકી ઠેકાણાઓને મિસાઇલથી તબાહ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ, દેશના અંદરના શત્રુ નક્સલીઓ સામે પણ ભારતીય જવાનોનો જમતો પ્રહાર ચાલુ છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ભારતીય સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરતાં 15 નક્સલીઓને ઢાળી દેવામાં આવ્યા છે.
મિશન ‘સંકલ્પ’ હેઠળ જબરદસ્ત એન્કાઉન્ટર
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, છત્તીસગઢ-તેલંગાણા સરહદે આવેલા બીજાપુર જિલ્લાના કરેગુટ્ટા ટેકરીઓ નજીક નક્સલીઓ સાથે થયેલી એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ 15થી વધુ નક્સલીઓને ઠાર કર્યા છે. આ સમગ્ર કાર્યવાહી ‘મિશન સંકલ્પ’ના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી. અથડામણમાં મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો પણ જપ્ત કરાયા છે