ચીન બાદ 6G પર ભારતનું ફોકસ : 5G કરતાં સો ઘણી ઝડપથી ચાલશે ઇન્ટરનેટ

ચીન બાદ 6G પર ભારતનું ફોકસ : 5G કરતાં સો ઘણી ઝડપથી ચાલશે ઇન્ટરનેટ ચીન બાદ 6G પર ભારતનું ફોકસ : 5G કરતાં સો ઘણી ઝડપથી ચાલશે ઇન્ટરનેટ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : જ્યારે ચીન પહેલેથી 6G સેવા શરૂ કરી ચૂક્યું છે, ત્યારે ભારત પણ હવે 6G ટેક્નોલોજી તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. વિશ્વના અનેક દેશો 6Gને લઈને હજી સુધી ખાસ રસ બતાવતા નથી, કારણ કે તેમાં ભારે ખર્ચનો સામનો કરવો પડે છે. તેમ છતાં, મોદી સરકારે 6G માટેની દ્રષ્ટિ (India 6G Vision) માટે તૈયારી તેજ કરી દીધી છે.

મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર કોમ્યુનિકેશન, ચંદ્રશેખર પેમ્માસાનીએ 6G 2025 કોન્ફરન્સમાં માહિતી આપી કે ભારતમાં 6G માટે અત્યાર સુધી 111થી વધુ રિસર્ચ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે સરકારએ 6G ડેવલપમેન્ટ માટે 300 કરોડ રૂપિયાનું ફંડ પણ ફાળવી દીધું છે. વિશેષ વાત એ છે કે ભારતે 6G માટે પેટન્ટ પણ ફાઇલ કર્યું છે, જેનાથી ભારત હવે ટોચના 6 એવા દેશોમાં સ્થાન પામ્યું છે, જેમણે 6G પેટન્ટ નોંધાવ્યા છે.

6Gની ફ્રીક્વન્સી ટેરાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ પર કામ કરશે અને ભારતમાં 6Gના માધ્યમથી એક સેકન્ડમાં એક ટેરાબાઇટ સુધીની સ્પીડ મળવાની શક્યતા છે. આ સ્પીડ 5G કરતાં 100 ગણી વધુ છે. આવી ઝડપથી લોકો માટે મોટાં ડેટા ટ્રાન્સફર, સ્ટ્રીમિંગ, ગેમિંગ, વીડિયો કોલિંગ જેવી સેવાઓ ઝડપથી અને સરળતાથી ઉપલબ્ધ થશે.

વોડાફોન-આઈડિયા સહિત દેશની મોટા ભાગની ટેલિકોમ કંપનીઓ હવે 5G સેવા શરૂ કરી ચૂકી છે અને ધીમે-ધીમે તેનું કવરેજ વધારી રહી છે. હવે તેની સાથે 6Gનું પ્રારંભિક રિસર્ચ અને વિકાસ પણ ઝડપથી આગળ વધી રહ્યું છે, જે ભારતને ટેક્નોલોજીમાં એક નવી ઊંચાઈ પર લઈ જશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *