ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત દેવગઢ બારિયા ખાતે યોજાયેલી અંડર-17 રાજ્ય કક્ષાની બહેનોની સ્પર્ધામાં આહિર કોમલ દિપકભાઈએ 49 કિગ્રા વજન વર્ગમાં અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. કોમલે પોતાની રમતમાં ઉત્કૃષ્ટ કૌશલ્ય અને સમર્પણ દર્શાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમની આ સિદ્ધિથી સમગ્ર આહિર સમાજમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. આદિપુર (કચ્છ) સ્થિત આહિર સમાજ અને ડી.એલ.એસ.એસ. ચાપરડા શાળાનું તેમણે ગૌરવ વધાર્યું છે. કોમલની આ જીત અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે અને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહન આપે છે. રાજ્ય કક્ષાએ મેળવેલી આ સફળતા બદલ કોમલને ચારે તરફથી અભિનંદન મળી રહ્યા છે.


Add a comment