ગાંધીધામ મ.ન.પા.ના કમિશનરને જીડીએના સચિવનો ચાર્જ સોંપાયો

ગાંધીધામ મ.ન.પા.ના કમિશનરને જીડીએના સચિવનો ચાર્જ સોંપાયો ગાંધીધામ મ.ન.પા.ના કમિશનરને જીડીએના સચિવનો ચાર્જ સોંપાયો
Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી (જીડીએ)ના સચિવનો ચાર્જ ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનરને સોંપવામાં આવ્યો છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વહીવટી સરળતા માટે આ નિર્ણય લેવાયો હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ જાણકારોના મતે આ નિર્ણય ભવિષ્યના વિકાસલક્ષી આયોજનને ધ્યાનમાં રાખીને લેવાયો હોય તેવી પ્રતીતિ થઈ રહી છે.

વર્ષો અગાઉ જીડીએના કાયમી સેક્રેટરી નિવૃત્ત થયા પછી જીડીએના સચિવનો ચાર્જ નગરપાલિકાના ચીફ ઓફિસરને સોંપવામાં આવ્યો હતો. ભૂકંપ પહેલાં જીડીએનું મહત્ત્વ નહીંવત્ હતું. ધરતીકંપમાં ઇમારતો ધરાશાયી થઈ હતી, ત્યારે બાંધકામની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા હતા અને ત્યાર પછી ડેવલપમેન્ટ ઓથોરિટીના નિયમો સખત બનાવાયા હતા. બાંધકામ સમયે અરજીઓની અને મંજૂરીની સંખ્યા વધી હતી. જે સંબંધમાં તે સમયે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા હતા, જેના પગલે જીડીએના સચિવનો ચાર્જ નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી લઈને ડેપ્યુટી કલેક્ટરને સોંપવામાં આવ્યો હતો.

Advertisements

સરકાર દ્વારા ચેરમેન તરીકે મધુકાંતભાઈ શાહનો કાર્યકાળ પૂર્ણ થયા પછી કોઈની નિમણૂક કરવામાં આવી નથી. અત્યાર સુધી અધ્યક્ષ કલેક્ટર અને સચિવ ડેપ્યુટી કલેક્ટર હતા, પરંતુ હવે ફરીથી ફેરબદલ કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ટાઉન પ્લાનર જ્યારે ગાંધીધામ આવ્યા હતા ત્યારે આ બાબતે ચર્ચા થઈ હતી. હવે તે મુજબ નિર્ણયો લેવાઈ રહ્યા હોવાનું જાણકારો કહી રહ્યા છે.

Advertisements

રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના એક પત્રથી જીડીએના સચિવનો ચાર્જ ગાંધીધામ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈને સોંપવામાં આવ્યો છે. અગાઉ તેઓ આ ફરજ નિભાવી ચૂક્યા છે. હાલ કામનું ભારણ વધ્યું છે. મહાનગરપાલિકા બન્યાને સાડા ચાર મહિનાથી વધુ સમય વીતી ગયો છે. મ્યુનિસિપલ કમિશનર મિતેશ પંડ્યાની ગાંધીનગર બદલી કરી દેવામાં આવી છે. કમિશનરનો ચાર્જ પણ ડીવાયએમસીને આપવામાં આવ્યો છે. હાલના સમયે તેમની પાસે ત્રણ જવાબદારી છે. મહાનગરપાલિકામાં કમિશનર નથી. મહત્ત્વના અધિકારીઓની જગ્યાઓ ભરવામાં આવી નથી. ૧૧૦ ચોરસ કિલોમીટરના વિકાસનો પડકાર છે. તે વચ્ચે સરકારમાંથી રૂપિયા આવતા નથી. માનવબળ નથી, જેના પગલે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment