સંગઠન મજબૂત બનાવવા કોંગ્રેસ પ્રમુખ કચ્છના પ્રવાસે

સંગઠન મજબૂત બનાવવા કોંગ્રેસ પ્રમુખ કચ્છના પ્રવાસે સંગઠન મજબૂત બનાવવા કોંગ્રેસ પ્રમુખ કચ્છના પ્રવાસે

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સંગઠન મજબુતિકરણની દિશામાં સતત આયોજન રીતે કામગીરી થઈ રહી છે. હાલમાં રાષ્ટ્રીય ઓબ્ઝર્વરોના પ્રવાસ બાદ પક્ષમાં વિશ્વાસનો માહોલ ઊભો થાય તે દિશામાં કાર્યકરોને માર્ગદર્શન આપવા તથા સંગઠનમાં વધુ જોમ અને જુસ્સો લાવવા જમીની સ્તરના કાર્યકરો સાથે સીધો સંવાદ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહીલ કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ જિલ્લા મથક ભુજમાં આજરોજ બપોરે 4.00 વાગ્યે વિજયરાજજી લાઇબ્રેરી હોલ ખાતે બુથ લેવલના કાર્યકરો સાથે સંવાદ અને માર્ગદર્શન આપશે.

આ પ્રસંગે પ્રદેશના મહામંત્રીઓ વી. કે. હુંબલ, આદમ ભાઈ ચાકી, નવલસિંહ જાડેજા, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહેશે. મિટિંગમાં કોંગ્રેસપક્ષના સિનિયર આગેવાનો, ચૂંટાયેલા હોદ્દેદારો, જિલ્લા, તાલુકા, શહેર, પાંખ સેલના હોદ્દેદારો વગેરેને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે એવું જિલ્લા પ્રવક્તા ગની કુંભાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Advertisements
Advertisements

વી. કે. હુંબલ, આદમ ભાઈ ચાકી, નવલસિંહ જાડેજા, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહેશે. મિટિંગમાં કોંગ્રેસપક્ષના સિનિયર આગેવાનો, ચૂંટાયેલા હોદ્દેદારો, જિલ્લા, તાલુકા, શહેર, પાંખ સેલના હોદ્દેદારો વગેરેને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે એવું જિલ્લા પ્રવક્તા ગની કુંભાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment