ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ સિટીઝન કાઉન્સિલે શહેરની વિકટ ઢોર સમસ્યાના નિરાકરણ માટે ફરી એકવાર ગાંધીધામ મહાનગરપાલિકાનું ધ્યાન દોર્યું છે. કાઉન્સિલના પ્રતિનિધિઓએ નવનિયુક્ત મહાનગરપાલિકા કમિશનર શ્રી મેહુલ દેસાઈ સાહેબને શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા હતા અને આ ગંભીર સમસ્યા અંગે આવેદનપત્ર સુપરત કર્યું હતું.
ગાંધીધામ સિટીઝન કાઉન્સિલના કુમાર રામચંદાણીએ મહાનગરપાલિકા કમિશનર તરીકે નવનિયુક્ત થયેલા શ્રી મેહુલ દેસાઈ સાહેબની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે કમિશનરશ્રીને અભિનંદન પાઠવ્યા હતા અને શહેરની મુખ્ય સમસ્યાઓ જેવી કે જાહેરમાં ઘાસચારાનું વેચાણ અને રખડતા ઢોરનો ત્રાસ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.