ગાંધીધામમાં ₹247 કરોડના ભૂગર્ભ વીજળી પ્રોજેક્ટનું PM મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરાશે

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છના ગાંધીધામ શહેરમાં ₹247 કરોડના ખર્ચે વીજળીના ઓવરહેડ માળખાને ભૂગર્ભમાં રૂપાંતરિત કરવાના પ્રોજેક્ટનું આગામી 26મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ચક્રવાત પ્રતિરોધક ભૂગર્ભ કેબલ વીજળી વિતરણ પ્રોજેક્ટથી ગાંધીધામ શહેરના 53,000 વીજ ગ્રાહકો અને ઉદ્યોગોને સીધો લાભ થશે.

પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ:

  • સંપૂર્ણ ઓવરહેડ-ટુ-અંડરગ્રાઉન્ડ રૂપાંતરણ: 11 KV ફીડર, LT લાઇન અને સર્વિસ વાયરમાંથી સમગ્ર ઓવરહેડ વીજળી વિતરણ માળખાને ચક્રવાત-પ્રતિરોધક ભૂગર્ભ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે.
  • વિસ્તાર અને કવરેજ: આ પ્રોજેક્ટ કુલ 65 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેશે.
  • આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર: નેટવર્કમાં 1,000 રિંગ મેઇન યુનિટ્સ (RMUs) સ્થાપિત કરવામાં આવશે અને 23 ફીડરને ભૂગર્ભ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે.
  • કેબલ નેટવર્ક: 156 કિલોમીટર હાઈ ટેન્શન (HT) અને 223 કિલોમીટર લો ટેન્શન (LT) ઓવરહેડ લાઇનને ભૂગર્ભમાં રૂપાંતરિત કરવામાં આવશે.
  • ગ્રાહક સેવા: 53,000 ગ્રાહકો માટે 1,000 કિલોમીટરના સર્વિસ વાયરને પણ ભૂગર્ભમાં રૂપાંતરિત કરવામાં આવશે.

લાભો:

  • ગુણવત્તાયુક્ત અને અવિરત વીજ પુરવઠો: પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગાંધીધામ શહેરને ગુણવત્તાયુક્ત, વિશ્વસનીય અને અવિરત વીજ પુરવઠો પૂરો પાડવાનો છે.
  • કુદરતી આપત્તિથી રક્ષણ: ચક્રવાત પ્રુફ નેટવર્ક કુદરતી આપત્તિઓ દરમિયાન પણ વીજળી પુરવઠો જાળવી રાખશે.
  • સલામત વીજળી નેટવર્ક: ભૂગર્ભ કેબલ નેટવર્ક સલામતીમાં સુધારો કરશે.
  • સ્વચાલિત વીજ સપ્લાય બદલવાની સુવિધા: ફોલ્ટ થવા પર તાત્કાલિક એક સ્ત્રોતથી બીજા સ્ત્રોતમાં વીજ સપ્લાય બદલવાની સુવિધા ઉપલબ્ધ થશે, જેથી આકસ્મિક પરિસ્થિતિમાં પણ વીજપુરવઠો જળવાઈ રહેશે.

આ પ્રોજેક્ટ કચ્છ જિલ્લામાં સૌપ્રથમ વખત ગાંધીધામ ખાતે આ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંપૂર્ણ ઓવરહેડ-ટુ-અંડરગ્રાઉન્ડ રૂપાંતરણનો અમલ કરાશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *