ગાંધીધામ ટુડે, ન્યૂઝ : શહેરમાંથી સગીરાનું અપહરણ કરીને ફરાર થયેલા આરોપી શિવાકુમાર ઉર્ફે સિબા સાજનલાલ ઉર્ફે સાક્ષ્વાનને ગાંધીધામ બી. ડીવીઝન પોલીસે પંજાબના શ્રીચમકોર સાહિબ વિસ્તારમાંથી ઝડપી લીધો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી સગીરાને તેની સંમતિ વિરુદ્ધ અપહરણ કરીને લઈ ગયો હતો અને તેની વિરુદ્ધ પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ તથા ગુપ્ત માહિતીના આધારે શોધખોળ કરી પોલીસે આરોપીની હાજરી પંજાબમાં હોવાની ખાતરી કરી હતી. પોલીસની એક ટીમ તાત્કાલિક પંજાબ રવાના કરી હતી અને સફળ કામગીરી કરીને આરોપી તેમજ ભોગ બનનારને ત્યાંથી શોધી કાઢ્યા હતાં.
અન્યાયનો ભોગ બનેલી સગીરાને સુરક્ષિત રીતે શોધીને પોલીસ દ્વારા તેના વાલીઓને સોંપી દેવામાં આવી હતી, જ્યારે આરોપીની અટક કરીને તેનો કાયદેસર રીતે ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.