ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ કચ્છ જિલ્લા માં શ્વેત ક્રાંતિ ના મંડાણ કરનાર શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” ની આજે ચેરમેન અને વાઇસ ચેરમેન ની ચૂંટણી તારીખ ૧૦.૦૨.૨૦૨૫ ના રોજ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર અંજાર એસ.જે .ચૌધરી ના અધ્યક્ષ સ્થાને દૂધ સંઘના ચાંદરાણી કોર્પોરેટ ઓફિસ ખાતે યોજવામાં આવી. જેમાં ચેરમેન તરીકે કચ્છ કુરિયન તરીકે જાણીતા વલમજીભાઇ હુંબલની સર્વાનુમત્તે બિન હરીફ વરણી કરવામાં આવી હતી જેમાં હજારો મહિલા પશુપાલકો ને દૂધ ઉત્પાદન મારફતે ઘર બેઠે રોજગારી પૂરી પાડનાર વલમજીભાઈ હુંબલના નામ માટે ધનુબેન શામજીબઇ મકવાણા દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી અને શાંતાબેન રમેશભાઈ આહીર દ્વારા ટેકો આપીને હજારો મહિલા પશુપાલકો ની લાગણી ને પડઘો પાડ્યો હતો. તેમજ વાઇસ ચેરમેન તરીકે મોતીભાઈ ભરવાડની વરણી કરવામાં આવી હતી જેમની દરખાસ્ત વિશ્રામભાઈ રાબડીયા એ કરી હતી અને હસમુખભાઇ પટેલ એ ટેકો આપ્યો હતો.
સદર બાબતે ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ના નામ નો મેન્ડેટ કચ્છ જીલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ શાહ, અંજાર શહેર પ્રમુખ ડેનીભાઈ શાહ દ્વારા આપવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે હાલ માં વલમજીભાઈ હુંબલ અમૂલ ફેડરેશન ના વાઇસ ચેરમેન, નેશનલ કો-ઓપ. ઓર્ગેનિક લી. NCOL ભારત ના ડાયરેક્ટર, કચ્છ જીલ્લા ભાજપ માં કોષાધ્યક્ષ, KDCC બેન્ક ભુજ ના Executive કમિટી ના ચેરમેન તરીકે તેમજ વિવિધ સંસ્થાઓ માં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.
અજાત શત્રુ ને શોભે તેવી કામગીરી સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલ કરી રહ્યા છે. તેમની કોઠા સૂઝ અને સૂઝ બૂઝ, આવડત અને સહકારી ક્ષેત્રે બહોળા અનુભવને કારણે સરહદ ડેરીએ વિતેલા વર્ષોમાં અનેક સિખરો સર કર્યા છે, જેમાં મુખ્યત્વે 6 લાખ લિટરનો દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ, ઊંટડીના દૂધનો પ્લાન્ટ, કેટલ ફીડ પ્લાન્ટ,આઇસક્રીમ પ્લાન્ટ તેમજ કચ્છ જિલ્લાના ગામડે ગામડે દૂધ સહકારી મંડળીઓની સ્થાપના વગેરે મહત્વના રહ્યા છે.
સરહદ ડેરી કચ્છ જિલ્લાના પશુપાલકોના સુખમાં સાથીદાર અને દુખમાં ભાગીદાર હમેશા બની છે અને બનતી રહેશે તથા ભવિષ્યના મહત્વના પ્રોજેકટ જેમ કે સહકારી ધોરણે અમૂલ બ્રાન્ડ હેઠળ મીઠા નું ઉત્પાદન, દુબઈ ખાતે તાજું દૂધ પહોંચાડવું, મધ્યપ્રદેશ ખાતે બે જીલ્લા માં દૂધ એકત્રીકરણ ની કામગીરી વગેરે વિષે વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું. દૂધ સંઘની શરૂઆતથી આજ દિન સુધી સદાય મારામાં વિશ્વાસ રાખી અને મને ટેકો આપ્યો છે તે બદલ દૂધ સંઘના નિયામક મંડળના સભ્યો અને મંડળીઓના સંચાલકો અને તમામ પશુપાલકોનો હું હ્રદયપૂર્વક આભાર માનું છુ. દૂધ સંઘે શરૂઆતમાં જેમાં માત્ર ૧૫૦૦ લિટર દૂધથી શરૂઆત કરી હતી જે ૬ લાખ લિટર સુધી પહોચવા આવ્યું છે, ૧ BMC સેન્ટરથી શરૂઆત કરી હતી તે ૧૮ દૂધ શીત કેન્દ્ર અને ૩૬ ક્લસ્ટર BMC સુધી પહોંચ્યું છે, ૧૫ મંડળીઓથી શરૂઆત કરી હતી જે આજે ૯૫૦ દૂધ સહકારી મંડળીઓ સુધી પહોંચી છે, અને ૨ કરોડના વાર્ષિક ચૂકવણાથી શરૂઆત કરી હતી જે ૧૧૦૦ કરોડ નું પશુપાલકોને ચૂકવણું કરવામાં આવે છે, ૭૫૦ કુટુંબોથી શરૂ કરી હાલે ૮૦ હજાર કુટુંબોને રોજી રોટી પૂરી પડતી આ સંસ્થા છે.કચ્છ જિલ્લામાં ખેતી પછી મોટા માં મોટો વ્યવસાય છે જે બિલકુલ પર્યાવરણ ને અનુરૂપ છે.

બિનહરીફ નિમણૂક થવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રિય ગૃહ એવમ સહકાર મંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા, ગુજરાત ભાજપ અધ્યક્ષ C R પાટીલ, ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કચ્છી સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડા ગુજરાત સહકાર મંત્રી જગદીશભાઇ પંચાલ, કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ભુજ ના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, રાપર ના ધારાસભ્યવિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અબડાસા ના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, કચ્છ જીલ્લા ભાજપ પરિવાર, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સહકારી ક્ષેત્ર ના અગ્રણીઓ, સામાજીક આગેવાનો, રાજકીય આગેવાનો , દૂધ મંડળી ના પ્રમુખ/મંત્રી/સંચાલકો/પશુપાલકો એમ તમામ નો વલમજીભાઈ હુંબલે આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે વલમજીભાઈ હુંબલ ને ઠેર ઠેર થી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે. જેમાં રજનીભાઈ પટેલ (પ્રભારી મહામંત્રી), વિનોદભાઇ ચાવડા(પ્રદેશ મહામંત્રી), રત્નાકરજી (પ્રદેશ મહામંત્રી), શંકરભાઈ ચૌધરી (માન. અધ્યક્ષશ્રી ગુજરાત વિધાનસભા), કચ્છ ના પ્રભારી મંત્રી પ્રફુલભાઇ પાન્સેરિયા, ગુજરાત ભાજપ ના પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ શામળભાઈ પટેલ(ચેરમેન-અમૂલ ફેડરેશન), અજયભાઈ પટેલ (ચેરમેન-GSC બેન્ક) વગેરે દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.