ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાજ્યમાં ફરીથી કોરોના વાયરસનાં કેસો ઝડપથી વધી રહ્યા છે. કેન્દ્ર સરકારના કોવિડ ડેશબોર્ડ મુજબ ગુજરાત હવે દેશમાં સૌથી ઝડપથી નવા કેસો નોંધાવનાર ટોપ-3 રાજ્યોમાં સ્થાન પર છે. ગુજરાતમાં આજે (4 જૂન) કુલ 64 નવા કેસ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોના વધુ ઘાતક બની રહ્યો
This Article Includes
અમદાવાદ શહેરમાં આજે 71 કેસ નોંધાયા છે અને 30 દર્દી સાજા થયા છે. પશ્ચિમ વિસ્તારના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં રહેતી 20 વર્ષીય યુવતીનું સારવાર દરમ્યાન આજે મોત થયું છે. શહેરમાં અત્યારસુધીમાં કોરોનાના કારણે ત્રણેય મૃત્યુ મહિલાના થયા છે.
વિંઝોલ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય ગર્ભવતી યુવતીનું પણ 2 જૂને સારવાર દરમ્યાન અવસાન થયું હતું, જ્યારે દાણીલીમડાની 47 વર્ષની મહિલાનું મૃત્યુ 28મેના રોજ થયું હતું પરંતુ તેનું રિપોર્ટિંગ વિલંબથી થયું.

રાજ્યમાં કુલ 461 એક્ટિવ કેસ
ગુજરાતમાં આજે કુલ 108 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીના કુલ એક્ટિવ કેસોની સંખ્યા 461 પર પહોંચી છે. જેમાંથી 20 દર્દી હોસ્પિટલમાં છે અને બાકીના 441 હોમ આઈસોલેશનમાં છે. આરોગ્ય વિભાગ મુજબ અત્યારસુધીમાં 43 દર્દીઓ સાજા થયા છે.
રાજકોટમાં 9 નવા કેસ, કુલ 61 દર્દી
રાજકોટમાં આજે 9 નવા કેસ નોંધાયા છે, જેમાં 8 પુરૂષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે. હાલ 43 દર્દી હોમ આઈસોલેશનમાં છે અને કુલ 18 દર્દી સાજા થઈ ગયા છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કોરોનાના આ કેસો ઓમિક્રોનના LF.7.9 અને XFG Recombinant પેટા પ્રકારોના છે.
સુરતમાં 3 નવા કેસ, કુલ સંખ્યા 30
સુરત શહેરમાં આજે વધુ 3 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. 19 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થીની, 38 વર્ષીય પુરુષ અને 64 વર્ષીય વૃદ્ધ મહિલાનો સમાવેશ થાય છે. ત્રણેય દર્દી હોમ આઈસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર છે. દર્દીઓના નમૂનાઓ જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.
લોકો માટે ચેતવણી
રાજ્ય આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે લક્ષણો દેખાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. સરકાર દ્વારા હાલમાં ભીડભાડથી બચવા, માસ્કનો ઉપયોગ અને સાવચેતી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.ઈ જાળવવા અપીલ કરવામાં આવી છે.