ભીમાસર તેલ ચોરીનો ભેદ ઉકેલાયો: છ આરોપી ઝડપાયા

ભીમાસર તેલ ચોરીનો ભેદ ઉકેલાયો: છ આરોપી ઝડપાયા ભીમાસર તેલ ચોરીનો ભેદ ઉકેલાયો: છ આરોપી ઝડપાયા

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર તાલુકાના ભીમાસર ગામે આવેલ ઓઈલ એન્ડ સોફ્ટ ઈન્ડસ્ટ્રીઝના ગોડાઉન નં. 1માંથી ખાદ્ય તેલની મોટી ચોરીનો ભેદ ઉકેલતાં અંજાર પોલીસે એકસાથે છ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન ચોરીમાં ઉપયોગમાં લેવામાં આવેલી વાહનો, મોબાઈલ ફોન અને ખાદ્ય તેલ સાથે કુલ રૂ. 7.45 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે.

અંજાર પોલીસે ગુનાની ગંભીરતા જોતા જુદી-જુદી ટીમો બનાવીને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. પૂર્વ માહિતીના આધારે વર્ષામેડી ગામે આવેલી આઈ માતા હોટલ સામેથી એક અશોક લેલેન્ડ ડાલુ વાહન અને મોટરસાયકલ સાથે હાજી અને ઈમરાન નામના શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસી પૂછપરછ દરમિયાન બંનેએ ગુનામાં સંડોવણી હોવાની કબુલાત આપી. તે આધારે નાની ચિરઈના હાજી ભચુ નાગડા, ઈમરાન ભચુ નાગડા, જુનસ હકીમ પરીટ, મામદ સીધિક ત્રાયા, મીઠીરોહરના શામજીભાઈ રવાભાઈ કોળી અને અંજારના મેહુલ ઉર્ફે જિગર નટવરલાલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી 15 કિલોગ્રામના 120 ખાદ્ય તેલના ડબ્બા (કિંમત રૂ. 3.60 લાખ), ડાલુ વાહન (રૂ. 3 લાખ), બજાજ પલ્સર મોટરસાયકલ (રૂ. 50 હજાર) તથા પાંચ મોબાઇલ ફોન (રૂ. 35 હજાર) મળી કુલ રૂ. 7.45 લાખનો મુદ્દામાલ કબજે કરાયો.

પોલીસે વધુ તપાસમાં બે આરોપી ગફુર બાવલા જુણેજા (સહ ચોર) અને શાંતિલાલ મહારાજ (માલ ખરીદનાર)ની શોધખોળ શરૂ કરી છે. પકડાયેલા મુખ્ય આરોપી હાજી ભચુ વિરુદ્ધ ગાંધીધામ, ભચાઉ, મુંદરા-મરીન, કંડલા મરીન અને જામનગર ધ્રોળ સહિત 13 ચોરીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ઈમરાન વિરુદ્ધ પણ જીલ્લાની અંદર અને બહાર કુલ 6 ગુનાઓ નોંધાયા છે. અન્ય આરોપી જુનસ વિરુદ્ધ કંડલામાં તથા મેહુલ વિરુદ્ધ ગાંધીધામ અને અંજારમાં ચોરીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.

પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આ ગુનામાં વધુ સંડોવાયેલા લોકો સુધી પહોંચવાના પ્રયાસો ચાલુ છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *