ગાંધીધામમાં ક્લીન સિટી – ગ્રીન સિટીના નારા સાથે મિની મેરેથોન યોજાઇ

Mini marathon held in Gandhidham with slogan of Clean City - Green City Mini marathon held in Gandhidham with slogan of Clean City - Green City

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ આજના સમયમાં લોકોને મોબાઈલના વળગણથી દૂર રાખવા અને શરીરની ચુસ્તી, સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે જાગૃત કરવાના શુભ આશય તથા ક્લીન સીટી – ગ્રીન સિટી ગાંધીધામના નારા સાથે સેવા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા જી.ડી .ગોયેંકા ઇન્ટરનેશનલ સ્કૂલ અને જી.ડી. ગોયેંકા ટોડલર હાઉસના સહયોગથી ૪ કિ.મી. મીની મેરેથોનનું તા.૦૯/૦૨/૨૦૨૫ રોજ સવારના ૫.૦ વાગ્યે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવેલ.

આ મીની મેરેથોનનું રૂટ ટાગોર રોડ પર આવેલ ડીપીટી ગ્રાઉન્ડથી મુન્દ્રા સર્કલ થઈને અંતરજાળ ખાતે આવેલી જી.ડી .ગોયેંકા ઇન્ટરનેશનલ સ્કૂલ સુધી આશરે ચાર (૪) કિલોમીટરનું રન રાખવામાં આવેલ. આ મેરેથોનમાં વર્ષ ૧૦ થી ૨૦, ૨૧ થી ૩૦, ૩૧ થી ૪૦, ૪૧ થી ૫૦, ૫૧ થી ૬૦, ૬૧ થી ૭૦ અને ૭૧ થી ૮૦ સુધી દોડવીરોની કેટેગરી રાખવામાં આવેલ. આ મેરેથોન માં 700 થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધેલ.

આ મીની મેરેથોનમાં આમંત્રણને માન આપીને પધારેલ મહેમાનશ્રી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી મહેશભાઈ પુજનું સાલ અને સ્મૃતિચિન્હ દ્વારા સન્માન સેવા પ્રયાસ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રીમતી અસ્મિતાબેન બલદાણીયા અને ડોક્ટર નિકુંજ બલદાણીયા દ્વારા કરવામાં આવેલ. તેઓ દ્વારા મીની મેરેથોનના આ આયોજનને બિરદાવવામાં આવેલ. તથા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ક્લીન સીટી – ગ્રીન સિટી ગાંધીધામના દરેક પ્રોજેક્ટમાં સહકાર આપવા જણાવેલ.

સવારે ૭.૦ વાગે મિનિ મેરેથોનને ઝંડી આપીને દોડને ખુલ્લી મુકવામાં આવેલ. રસ્તામાં પાણી અને એનર્જી ડ્રિન્કની વ્યવસ્થા કરવામાં આવેલ. ઉપરાંત જરૂરી દવાઓ સાથે એક મેડિકલ ટીમ રસ્તા પર તૈયાર રાખવામાં આવેલ.મિનિ મેરેથોનના એન્ડ પોઇન્ટ જી.ડી .ગોયેંકા ઇન્ટરનેશનલ સ્કૂલ, અંતરજાળ ખાતે ભાગ લેનાર દરેક દોડવીરો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ.

જાણીતા ઉદ્યોગપતિ બાબુભાઈ હુંબલ તથા સ્કૂલના સ્થાપક શંભુભાઈ આહિર દ્વારા મીની મેરેથોનના દરેક કેટેગરીના પ્રથમ, દિતિય અને તૃતીય વિજેતા દોડવીરોને મેડલથી સન્માનિત કરવામાં આવેલ. ઉપરાંત મીની મેરેથોનમાં ભાગ લેનાર દરેક દોડવીરોને પ્રમાણપત્ર આપવામાં આવેલ.આ મીની મેરેથોનમાં સેવા પ્રયાસ ફાઉન્ડેશનના સભ્યો, જી.ડી .ગોયેંકા ઇન્ટરનેશનલ સ્કૂલ અને જી.ડી. ગોયેંકા ટોડલર હાઉસના સ્ટાફગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.

મીની મેરેથોનની વ્યવસ્થા અને સહકાર માટે જી.ડી .ગોયેંકા ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપલ લોકેશ સર અને જી.ડી. ગોયેંકા ટોડલર હાઉસના પ્રિન્સિપલ આંચલ નાનકાની મેડમનો સેવા પ્રયાસ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રીમતી અસ્મિતાબેન બલદાણીયા દ્વારા આભાર માનવામાં આવેલ.

આ પ્રોજેક્ટના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર યશદિપસિંહ જાડેજા અને પ્રોજેક્ટ પર્સંન તેજપાલ સિંહ અને સુમિતસિંહ રાણા રહેલ. સવારના ૫.૦ વાગ્યે ડીપીટી ગ્રાઉન્ડ ખાતે સ્પર્ધકો માટે આયર્ન પેરેડાઇઝ, વીએમડીસી ડાન્સ સ્ટુડિયો, વિરલ યોગા – યોગા બોર્ડ દ્વારા યોગા, ઝુંબા ડાન્સ અને વોર્મઅપ એક્સરસાઇઝ કરાવવામા આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સમીરભાઈ સોરઠીયા (સેવા પ્રયાસ ફાઉન્ડેશન) અને રેખાબેન ચૌધરી (જી ડી ગોયેંકા ગ્રુપ સ્કૂલ) દ્વારા કરવામાં આવેલ.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *