વિમાન દુર્ઘટનામાં વિજયભાઈનું અવસાન: જો વિસાવદરમાં હોત તો સમય બદલાઈ જાત?

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અવસાનથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. લંડન જતા વિમાનના અકસ્માતમાં તેમનું દુર્ભાગ્યપૂર્ણ નિધન થયું છે. વિજયભાઈ હાલમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના સ્ટાર પ્રચારક તરીકે નિમાયેલ હતા અને તેઓના મતવિસ્તાર ચણાકામાં જ ચૂંટણી માટે આવતા હોવાને લઈ પણ વિશેષ મહત્વ ધરાવતા હતા.

વિજયભાઈનું મૂળ ગામ ચણાકા, જે વિસાવદર બેઠકનો ભાગ છે, ત્યાંથી તેમની ગાઢ લાગણી જોડાયેલી હતી. તેઓ અવારનવાર પરિવાર સાથે માતાજીના મંદિરે દર્શનાર્થે જતાં રહેતા હતા. તેમની લોકપ્રિયતા અને સ્થાનિક લોકો સાથેના આત્મીય સંબંધને ધ્યાનમાં રાખીને ભાજપે તેમને વિસાવદર માં પ્રચાર માટે મોકલવાનો નિર્ણય લીધો હતો.

Advertisements

પરંતુ વિજયભાઈને તાત્કાલિક વિદેશગમન કરવાનું બનતાં તેઓનો વિસાવદર પ્રચાર પ્રવાસ રદ કરવો પડ્યો હતો. જો તેઓ વિસાવદર માં પ્રચાર માટે આવ્યા હોત, તો કદાચ આજે તેમની સાથે આવી દુર્ઘટના ન બની હોત એવો ભાવનાત્મક પ્રશ્ન ઘણા લોકોના મગજમાં ઊભો થયો છે.

વિમાન દુર્ઘટનાથી માત્ર એક નેતા નહીં, પરંતુ એક સૌમ્ય અને સામાન્ય વર્ગના શાસક ગુમાવ્યા છે. તેઓના કાર્યકાળ દરમિયાન કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વિકાસના કામો ઝડપથી આગળ વધ્યાં હતા.

Advertisements

વિજ્ઞાનથી વિચલિત ન થતાં, તેઓ હંમેશાં કર્મને શ્રેષ્ઠ માનતા ને પોતાના કાર્ય દ્વારા ગુજરાતના જનજીવનમાં સ્થાયી છાપ છોડી ગયા હતા. આજે ગુજરાત એમના વિદાયથી એક નિષ્ઠાવાન નેતા ગુમાવ્યું છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment