PFની રકમ ન મળતા ભારતનગરના સફાઈ કામદારો મુશ્કેલીમાં

PFની રકમ ન મળતા ભારતનગરના સફાઈ કામદારો મુશ્કેલીમાં PFની રકમ ન મળતા ભારતનગરના સફાઈ કામદારો મુશ્કેલીમાં
Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારતનગર વોર્ડ ઓફિસના ડ્રેનેજ વિભાગમાં છેલ્લા 10-12 વર્ષથી કાર્યરત સફાઈ કામદારોને પ્રોવિડન્ટ ફંડ (PF) નો લાભ ન મળતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કુલ 17 જેટલા કામદારોએ રાજેશ પ્રકાશ જેસવાલ, ગળપાદર સબજેલ, ગળપાદર, તા. ગાંધીધામ-કચ્છને આ અંગે લેખિત રજૂઆત કરી છે.

Advertisements

કામદારો રમણભાઈ ભીલવાડા, દિનેશ પરમાર, રતન આદિવાલ સહિત અન્યોએ જણાવ્યું કે, તેઓ દસ વર્ષથી વધુ સમયથી ડ્રેનેજ સફાઈનું કામ કરી રહ્યા છે, તેમ છતાં તેમને આજદિન સુધી PF કે PFની કોઈ રસીદ આપવામાં આવી નથી. આનાથી તેઓ PF યોજનાના લાભોથી વંચિત રહ્યા છે. કામદારોએ તાત્કાલિક ધોરણે તેમને PF અપાવવા વિનંતી કરી છે, જેથી ભવિષ્યની આર્થિક સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.

Advertisements
Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment