ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025/26 ના બજેટ માટે નાગરિકો પાસે સૂચનો મંગાવવામાં આવ્યા છે.નગરના વિકાસ માટે વિકાસલક્ષી અને સર્વાંગી બજેટના સહભાગી બનવા 15 ફેબ્રુઆરી સુધીમાં ઈમેલ ઉપર આ સૂચનો મંગાવવામાં આવ્યા છે.
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા બજેટ ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અલગ અલગ મનપાના બજેટ નો પણ અભ્યાસ કરાય છે.આ ઉપરાંત માર્ગદર્શક રાજકોટ મહાનગરપાલિકા નું ખાસું એવું માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે.અને એકાઉન્ટ વિભાગ ના કર્મચારીઓ તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાના એકાઉન્ટ વિભાગમાં ટ્રેનિંગ પણ લઈને આવ્યા છે. અત્યાર સુધી નગરપાલિકા દ્વારા એક 145 કરોડ રૂપિયા સુધીનું બજેટ બહાર પાડવામાં આવતું હતું.પરંતુ હવે મહાનગરપાલિકા બની છે અને તેનું બજેટ ખાસ હોય છે. તેમાં નાગરિકોની સહભાગીતા પણ તંત્ર ઈચ્છે છે. એટલા માટે જ 15 તારીખ સુધીમાં [email protected] બજેટ માટે સૂચનો મંગાવવામાં આવ્યા છે.

મહાનગર હેઠળનો જે ગ્રામીણ વિસ્તાર આવે છે તે ખાસો એવો વિકાસ માંગે છે ખાસ કરીને મેઘપર બોરીચી અને કુંભારડી માં રોડ રસ્તા, ગટર,પાણી અને લાઈટ સહિતની માળખાગત સુવિધાઓમાં પાછળ છે. આ વિસ્તારના લોકો વારંવાર મહાનગરપાલિકા કચેરી આવીને અધિકારીઓને રજૂઆતો પણ કરે છે પરંતુ તેમની સમસ્યાઓનો નિવાડો લાવવા માટે ખાસા એવા રૂપિયાની જરૂરિયાત છે. જે હાલ તંત્ર પાસે નથી. જોકે સરકારમાંથી મોટી ગ્રાન્ટો આવવાની સંભાવના છે અને બીજી તરફ આવકના સ્ત્રોત ઊભા કરવાનો સામે પડકાર પણ છે.હાલ ના સમય એ નાગરિકો પાસે જે સૂચનો મંગાવવામાં આવ્યા છે તેમાં વિકાસની સાથે સાથે આવકના સ્ત્રોતના પણ સૂચનો આપી શકે છે.તેવું જવાબદારો કરી રહ્યા છે. આગામી સમયમાં બજેટનું કદ શું હશે અને મારખાગત સુવિધાઓ ઉપર કેટલા રૂપિયા ખર્ચ કરવામાં આવશે તેની ઉપર સૌની નજર છે.