ટાસ્કના બહાને બે યુવાનો પાસેથી રૂ. 10.06 લાખની ઠગાઈ

ટાસ્કના બહાને બે યુવાનો પાસેથી રૂ. 10.06 લાખની ઠગાઈ ટાસ્કના બહાને બે યુવાનો પાસેથી રૂ. 10.06 લાખની ઠગાઈ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છમાં બે જુદા જુદા યુવાનોએ ટેલિગ્રામ એપ પર ટાસ્ક પૂરા કરવાની લાલચમાં આવી કુલ રૂ. 10,06,235 ગુમાવ્યા છે. આમાં ગાંધીધામના સુનિલ પ્રજાપતિ પાસેથી રૂ. 7,59,000 અને લાકડિયાના રવિ દરજી પાસેથી રૂ. 2,47,235 પડાવી લેવામાં આવ્યા હતા.

સુંદરપુરી ભરવાડવાસના રહેવાસી સુનિલ પ્રજાપતિને 27 એપ્રિલે ટેલિગ્રામ પર ‘FoxSnix’ નામના ગ્રુપમાં એડ કરવામાં આવ્યા હતા. અહીં મળેલી લિંક ખોલીને રીલ્સ લાઈક કરવાનો ટાસ્ક મળ્યો અને રૂ. 150નું લાલચ આપ્યું. ત્યારબાદ સતત વધુ નફાની લાલચ આપી જુદા-જુદા ખાતાઓમાં રકમ જમા કરાવવી હતી. તેમણે કુલ 7.59 લાખની રકમ ટ્રાન્સફર કરી હતી. નફાની રકમ કાઢવા કહ્યું તો ખાતું ફ્રીઝ થઈ ગયાનું કહેવામાં આવ્યું અને વધુ પૈસા માંગવામાં આવ્યા.

લાકડિયામાં પણ આવા જ પ્રકારે સાયબર ઠગોએ દીપ કંપનીના સુપરવાઈઝર રવિ દરજીને ‘Click4Now’ નામની લિંક મોકલી રોકાણ અને નફાની લાલચ આપી. તેણે પણ ટાસ્ક પૂર્ણ કરી કુલ 2.47 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. અંતે આ સમગ્ર ચીજ ઠગાઈ હોવાનું સમજાઈ આવતા બંને યુવાનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ગાંધીધામ ટાઉન પોલીસ અને લાકડિયા પોલીસ દ્વારા બંને બનાવમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને સાયબર ક્રાઈમની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *