ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે 15 ઓગસ્ટથી ટોલ પ્લાઝા પર ખાનગી વાહનો માટે વાર્ષિક પાસની સુવિધા શરૂ કરવામાં આવશે. આ પાસની કિંમત ₹3000 રહેશે અને તે એક વર્ષ અથવા 200 ટ્રિપ માટે માન્ય ગણાશે.
આ સુવિધા ખાસ કરીને કાર, જીપ અને વાન જેવા ખાનગી વાહનો માટે જ છે, વાણિજ્યિક વાહનો માટે નહીં. ગડકરીએ જણાવ્યું કે પાસના એક્ટિવેશન અને રિન્યુઅલ માટે રાજમાર્ગ યાત્રા એપ અને NHAI/MoRTHની વેબસાઇટ પર ટૂંક સમયમાં એક અલગ લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી પ્રક્રિયા સરળ બની શકશે. આ નિર્ણયથી નિયમિત મુસાફરી કરતા ખાનગી વાહનચાલકોને ફાયદો થશે.