ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની હેરાફેરી અટકી નથી રહી. મોરબી પછી હવે ગોંડલમાં 1 કરોડથી વધુ કિંમતનો દારૂ ઝડપાતા પોલીસ અને તસ્કરો વચ્ચેની આંખમિચોલી ફરી જાહેર બની છે.
ભરૂડી ટોલનાકા પાસે દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું
This Article Includes
રાજકોટ ગ્રામ્ય LCBને મળેલી બાતમીના આધારે ગોંડલ નજીક ભરૂડી ટોલનાકા પાસે HR-55-V-5520 નંબરના કન્ટેનર ટ્રકને રોકી તપાસ કરતા તેમાં વિદેશી દારૂની 15,816 બોટલો મળી આવી હતી. સાથે 1992 બિયરનાં ટિન પણ પકડાયા છે.
રાજસ્થાનનો ટ્રક-ડ્રાઈવર પકડાયો, પંજાબથી લાવતો દારૂ
પોલીસે રાજસ્થાનના વતની સુરેશ માનારામ ખીલેરીને ઝડપી પાડ્યો છે, જે પંજાબથી આ દારૂનો જથ્થો લઈને આવ્યો હતો. પકડાયેલા દારૂની કિંમત લગભગ ₹98 લાખથી વધુની છે.

કુલ મુદ્દામાલની કિંમત 1.02 કરોડથી વધુ
તપાસ દરમિયાન પોલીસે કુલ મુદ્દામાલ નીચે મુજબ જપ્ત કર્યો છે:
- વિદેશી દારૂની બોટલ્સ – ₹98,02,752
- બિયર ટિન – ₹3,58,560
- ટ્રક – ₹10,00,000
- મોબાઇલ (2 નંગ) – ₹10,000
→ કુલ કિંમત: ₹1,02,71,312
દારૂ મોકલનાર અને મંગાવનાર સામે તપાસ
પોલીસે દારૂ મોકલનાર વિષ્ણુભાઈ ડાંગી (રાજસ્થાન), દારૂ ભરાવનાર અજાણ્યા શખ્સ (જલંધર, પંજાબ) અને દારૂનો જથ્થો મંગાવનાર શખ્સ વિરુદ્ધ શોધખોળ શરૂ કરી છે. તપાસમાં વધુ કડીઓ ખુલવા શક્યતા છે.
LCB ટીમની સફળ કામગીરી
આ સમગ્ર ઓપરેશનમાં LCB PI વી.વી. ઓડેદરા, PSI એચ.સી. ગોહિલ, ASI ઇન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, અમિતસિંહ જાડેજા, બાલકૃષ્ણ ત્રિવેદી, તેમજ અન્ય પોલીસ જવાનોનો પણ નોંધપાત્ર ફાળો રહ્યો હતો.
વિશેષરૂપે, કોન્સ્ટેબલ ભાવેશભાઈ મકવાણાની સચોટ બાતમીથી આ કામગીરી સફળ બની હતી.