ગાંધીધામ ટુડે ન્યુઝ: લાખાણી તાલુકાના જશરા ગામમાં થયેલી અત્યંત હ્રદયદ્રાવક ઘટનામાં SMCના પોલીસ ઇન્સ્પેક્ટરના માતા-પિતાની હત્યા અને લૂંટ પાછળના ચોંકાવનારા સત્ય સામે આવ્યા છે. આ બે નિર્દોષ વૃદ્ધોની હત્યા કોઈ બીજાએ નહીં પણ પાડોશમાં રહેતા ચાર લોકો દ્વારા દેવું, લાલચ અને તાંત્રિક વિધિના કારણે કરી હોવાનું ખુલ્યું છે.
હત્યા અને લૂંટનો વિભત્સ બનાવ:
This Article Includes
વૃદ્ધ દંપતી – વર્ધાજી મોતીજી પટેલ અને દોશીબેન પટેલ – જશરા ગામે એકલા રહેતા હતા. હત્યારા પિતા-પુત્રે – શામળા રૂપા પટેલ અને સુરેશ શામળા પટેલ – આ વૃદ્ધ દંપતીની આડોસ પાડોસમાં રહેતા હતા અને તેમના પર નજર રાખી રહ્યા હતા. દેવું વધી જતાં અને ધન મેળવવા માટે તાંત્રિક વિધિ કરાવવા માટે આ જીવલેણ યોજના રચી.
હત્યા વખતે મહિલાના પગ પણ કાપી નાખવામાં આવ્યા હતા, અને ઘરમાંથી દાગીના તથા રોકડ લૂંટીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મહિલા ઉપર અમાનવિય હિંસા થઇ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
તાંત્રિક વિધિ માટે ભુવાએ કર્યા દાગીનાં પર મંત્ર:
હત્યા બાદ આરોપીઓએ દાગીનાની થેલી ભુવાજી – દિલીપજી મકાજી ઠાકોર –ને આપી અને તેમના ઘરે રાત્રે વિધિ કરાવવી. ભુવાએ લોહી લાગેલા કપડા પણ ધોઈ નાખ્યા હતા અને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસની ચોકસાઈ:
● સરહદી રેન્જના IG ચિરાગ કોરડિયા અને SP અભયરાજસિંહના માર્ગદર્શન હેઠળ 9 ટીમો રચાઇ.
● 80 CCTV અને 300થી વધુ વ્યક્તિઓની પૂછપરછ બાદ તદ્દન નિકટના પાડોશીઓ સુધી પોલીસ પહોંચી.
● ગુના કર્યા બાદ આરોપીઓ તપાસ વખતે ઘટનાસ્થળે હાજર રહી પોતે કશું જ જાણતાં ન હોય તેમ દેખાવ કરતા હતાં.
પકડાયેલા મુખ્ય આરોપીઓ:
- સુરેશ શામળા પટેલ (ચૌધરી)
- શામળા રૂપા પટેલ (ચૌધરી) – સુરેશના પિતા
- ઉમાભાઈ ચેલાજી પટેલ (મામા)
- દિલીપજી મકાજી ઠાકોર ઉર્ફે ભુવાજી
સૌ આરોપીઓને પકડી લેવાયા છે અને આગળની તપાસ તેજ ગતિએ ચાલી રહી છે.