એપ્લિકેશનનું સબ્સ્ક્રિપ્શન બંધ કરાવવાનું કહી ભચાઉના આધેડ પાસેથી ₹78,995ની ઠગાઈ

એપ્લિકેશનનું સબ્સ્ક્રિપ્શન બંધ કરાવવાનું કહી ભચાઉના આધેડ પાસેથી ₹78,995ની ઠગાઈ એપ્લિકેશનનું સબ્સ્ક્રિપ્શન બંધ કરાવવાનું કહી ભચાઉના આધેડ પાસેથી ₹78,995ની ઠગાઈ

ગાંધીધામ ટુડે ન્યુઝ:  ભચાઉના રામવાડી વિસ્તારમાં રહેતા આધેડ પાસેથી એપ્લિકેશનનું સબ્સ્ક્રિપ્શન બંધ કરાવવાનું કહી ઠગ શખ્સે મોબાઇલમાં ઓનલાઇન ઠગાઈ દ્વારા બારોબાર ₹78,995 ઉપાડી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, રામવાડી વિસ્તારમાં રહેતા જીતેન્દ્રકુમાર દિનેશચંદ્ર ઓઝા 20 મેના રોજ તેમના ઘરમાં હતા ત્યારે તેમના મોબાઇલમાં રહેલી ‘કૂકૂ એફએમ’ એપ્લિકેશનનું સબ્સ્ક્રિપ્શન બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે તેમણે ગુગલ પર હેલ્પલાઇન નંબર શોધી એક નંબર પર સંપર્ક કર્યો હતો.

આ નંબર પર સંપર્ક થતાની સાથે જ સામેના ઠગ શખ્સે તેમને ફોન ચાલુ રાખવા, ફોનપે ચાલુ રાખવા તથા મળેલા ઓટીપી આપવા કહ્યું હતું. ફરિયાદીએ જ્યારેજ એવી માહિતી આપી, તરત જ ત્રણ અલગ અલગ ટ્રાન્ઝેક્શનો મારફતે તેમના ખાતામાંથી કુલ ₹78,995 ની રકમ ઉપાડી લેવામાં આવી હતી.

જ્યારે કેટલીકવાર પછી પણ એપ્લિકેશનનું સબ્સ્ક્રિપ્શન બંધ ન થયું, ત્યારે ફરિયાદીએ ફરીથી સમાન નંબર પર ફોન કર્યો હતો, પરંતુ ફોન સ્વીચ ઓફ આવ્યો. બાદમાં ફરિયાદીએ પોતાનું ફોનપે ચેક કરતાં આ આર્થિક છેતરપિંડીનો ભેદ ખુલ્યો.

ભચાઉ પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે સાયબર છેતરપિંડીનો ગુનો નોંધાઈ ચુક્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *