ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતમાં પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની 12,000 જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે. આ ભરતીને લઈને આજે મહત્ત્વના અપડેટ જાહેર થયા છે. 20 જૂન, શુક્રવારે સાંજે 4 વાગ્યે લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે, જ્યારે OMR શીટની સ્કેનિંગ કોપી પણ ઓનલાઈન ઉપલબ્ધ કરાઈ છે.
15 જૂને 2.37 લાખથી વધુ ઉમેદવારોએ આપી હતી પરીક્ષા
This Article Includes
15 જૂન, 2025ના રોજ રાજ્યભરના 825 પરીક્ષા કેન્દ્રો ઉપર લેખિત પરીક્ષા યોજાઈ હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, આણંદ સહિતના શહેરોમાં હજારો ઉમેદવારોએ હાજરી આપી હતી. હવે ભરતી બોર્ડે આ પરીક્ષા સંદર્ભે ત્રણ મહત્વના અભ્યાસક્રમ જાહેર કર્યા છે:

પ્રોવિઝનલ આન્સર કી જાહેર
- ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારો માટે પ્રોવિઝનલ આન્સર કી વેબસાઈટ પર જાહેર કરી છે.
- ઉમેદવારો gprb.gujarat.gov.in અથવા lrdgujarat2021.in પર જઈને પોતાની ઉત્તરકીઓ ચકાસી શકે છે.
વાંધાની અરજીની છેલ્લી તારીખ:
- જો કોઈ પ્રશ્નના જવાબ અંગે ઉમેદવારોને વાંધો હોય, તો તેઓ 23 જૂન, 2025ની રાત્રિ 11:59 સુધી ઑનલાઈન ફરિયાદ કરી શકે છે.
- મહત્વપૂર્ણ: ફક્ત ઑનલાઈન પદ્ધતિથી જ અરજી માન્ય ગણાશે.

OMR Sheet ની સ્કેન કોપી ઉપલબ્ધ
- તમામ ઉમેદવારોની OMR શીટ virtualview.co.in વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
- OMR જોવા માટે ઉમેદવારોએ પોતાનું:
- નામ
- જિલ્લો
- સીટ નંબર / રોલ નંબર
- જન્મ તારીખ
દાખલ કરવી પડશે.
- OMR શીટ જોવા માટે છેલ્લી તારીખ: 30 જૂન, 2025.
ભરતી પ્રક્રિયાની આગળની કડી:
- હાલમાં શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે.
- હવે પરિણામ અને ફાઇનલ મેરિટ લિસ્ટ અંગે આગામી દિવસોમાં અધિકૃત જાહેરાતની શક્યતા છે.
વધુ માહિતી માટે ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ મુલાકાત લો.
📌 https://gprb.gujarat.gov.in