મોદી સ્ટેડિયમ બ્લાસ્ટની ધમકી આપનારીઃ IT કંપનીમાં કન્સલ્ટન્ટ યુવતીની ધરપકડ

મોદી સ્ટેડિયમ બ્લાસ્ટની ધમકી આપનારીઃ IT કંપનીમાં કન્સલ્ટન્ટ યુવતીની ધરપકડ મોદી સ્ટેડિયમ બ્લાસ્ટની ધમકી આપનારીઃ IT કંપનીમાં કન્સલ્ટન્ટ યુવતીની ધરપકડ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પ્રેમમાં પાગલ એક યુવતી દ્વારા દેશભરમાં 11 રાજ્યોમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ખોટી ધમકીઓ આપવાની ખળભળાટ સર્જતી ઘટનાઓમાં ગુજરાત પોલીસે મહત્વનો ભાંડો ફોડ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચેન્નઈથી રેની જોશિલ્ડા નામની યુવતીની ધરપકડ કરી છે, જે ડેલોયટમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત હતી અને રોબોટિક્સ અને IT ક્ષેત્રે કુશળ હતી.

ધમકીના મૂળમાં એકતરફી પ્રેમ
રેની પોતે જે યુવક સાથે પ્રેમ કરતી હતી – દિવિજ પ્રભાકર – એ ફેબ્રુઆરી 2025માં બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. એના બદલે રેનીએ ડાર્ક વેબ, વીપીએન, વર્ચ્યુઅલ નંબર, ફેક ઈમેલ જેવી ટેકનિકલ પદ્ધતિઓથી અત્યારસુધીમાં 21 જેટલા ધમકીભર્યા ઈમેલ મોકલ્યા હતા.

મોદી સ્ટેડિયમ અને જીનિવા સ્કૂલ પર પણ ખોટી ધમકીઓ
IPL ફાઇનલ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. આવું જ ધમકીભર્યું ઈમેલ જીનિવા લિબરલ સ્કૂલને મળ્યું હતું જેમાં દહેજ અને દુષ્કર્મના બનાવોની વાર્તા વણીને જીવલેણ બ્લાસ્ટની ઘમકી અપાઈ હતી.

સાયબર ક્રાઈમ બ્રાન્ચની પકડમાં આવી ગઈ એક ભૂલ
જેમ જેમ રાજ્યના વિવિધ વિભાગોએ તપાસ આગળ ધપાવી, તેમ Ahmedabad Cyber Cellએ જુદી જુદી ડિવાઈસ IP, ઇન્ટરનેશનલ ટ્રાન્સઝેક્શન્સ અને વીપીએન એક્સેસનો પતારો મેળવીને એક નાની ભૂલના આધારે રેની સુધી પહોંચી ગઈ. છેલ્લા એક વર્ષથી ચાલતા આ કૌભાંડમાં હવે સમગ્ર સાઇબર ક્રાઇમ મોડ્યુલ ખૂલવાની આશા છે.

હવે તપાસનો દોર આગળ વધ્યો છે
હાલે અનેક રાજ્યોની પોલીસ રેની જોસિલ્ડાની વિરુદ્ધ ડિજિટલ પુરાવા એકઠાં કરી રહી છે. તેની પાસેથી મળેલા ડિજિટલ પુરાવા આધારે વધુ અનેક સસ્પેક્ટ્સની ઓળખ શક્ય છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *