વિસાવદરની જીતની ઉજવણી: ગાંધીધામમાં આમ આદમી પાર્ટીનો ઉલ્લાસભર્યો કાર્યક્રમ

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : તાજેતરમાં વિસાવદરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રી ગોપાલ ઇટાલીયાની ભવ્ય જીતના આનંદમાં પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીધામના ગાંધી માર્કેટ ખાતે ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઇ ખવડાવી, ફટાકડા ફોડી અને જીતનો આનંદ મનાવ્યો હતો. પાર્ટીના પૂર્વ કચ્છ અધ્યક્ષ ડો. કાયનાત અંસારીએ જણાવ્યું હતું કે, “વિસાવદરની જનતાએ જે રીતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તે વિશ્વાસ આગામી સમયમાં સમગ્ર ગુજરાત આપશે અને આમ આદમી પાર્ટી રાજ્યમાં મજબૂત વિકલ્પ બનશે.”

Advertisements

ઉજવણી પ્રસંગે અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડો. કાયનાત અંસારી, સેક્રેટરી નીલેશ મહેતા, રાજુ લાખાણી, રાજુ સોલંકી, રાજુ શ્રીમાળી, રાયશી દેવરીયા, સુરેશ બારુપાલ, પી.ડી. દેવરીયા, અમૃત રાઠોડ, લીલાબેન પરમાર, મન્સુરઅલી સહિતના કાર્યકરોનો જોડાણ રહ્યો.

Advertisements

વિસાવદરની જીતે પ્રદેશમાં નવી રાજકીય ચર્ચાઓ શરૂ કરી છે અને આમ આદમી પાર્ટી માટે મજબૂત સંકેત પૂરું પાડ્યો છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment