ગાંધીધામ સેશન કોર્ટે છેતરપિંડીના કેસમાં આરોપીઓને જામીન આપ્યા

ગાંધીધામ સેશન કોર્ટે છેતરપિંડીના કેસમાં આરોપીઓને જામીન આપ્યા ગાંધીધામ સેશન કોર્ટે છેતરપિંડીના કેસમાં આરોપીઓને જામીન આપ્યા
Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : વિશ્વાસઘાત અને છેતરપિંડીના કેસમાં આરોપીઓની જામીન અરજી નામદાર ગાંધીધામ સેશન કોર્ટે મંજૂર કરી છે.

આ કેસની વિગતો અનુસાર ફરિયાદી વ્યક્તિ પોતાના વતન જવા માટે ટ્રેનની ટિકિટ લેવા માંગતા હતા ત્યારે આરોપીઓએ તેમને કહ્યું કે તેઓ ટ્રેનની કન્ફર્મ ટિકિટ મળી આપશે. ફરિયાદીને વિશ્વાસમાં લઈને આરોપીઓએ તેમના પાસેથી મોબાઈલ ફોન, એટીએમ કાર્ડ અને પિન લઈ લીધો અને તદનંતર ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા. આરોપીઓએ ટિકિટ પણ ન કરાવી.

Advertisements

ફરિયાદીને છેતરાયો હોવાનું જણાઈ આવતા તેમણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4) અને 54 મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે ગાંધીધામ રેલવે પોલીસે આરોપીઓને ઝડપી પાડી અને તેમને અધિક મુખ્ય ન્યાયાધીશ સમક્ષ રજૂ કરાયા હતા.

જસહેબે આરોપીઓને જેલ હવાલે કર્યા હતા. ત્યારબાદ આરોપીઓએ તેમના વકીલ શ્રી આફતાફઅહમદ એ. શેખ મારફતે સેશન કોર્ટે જામીન અરજી દાખલ કરી. વકીલશ્રીએ આરોપીઓને સમર્થન આપતી વિવિધ કાયદાકીય દલીલો રજૂ કરી હતી.

નામદાર કોર્ટે આ દલીલો સ્વીકારી અને આરોપી (1) બ્રહ્મદેવકુમાર ચંદુ મહતો, (2) દિલીપકુમાર સુરેશભાઈ મહતો અને (3) રાજકુમાર કપ્લેશ્વર ગાઈ ને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.

Advertisements

આ કેસમાં વકીલશ્રી આફતાફઅહમદ એ. શેખે અસરકારક રીતે આરોપીઓની તરફથી દલીલ રજૂ કરી હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment