અંજારમાં 17 ગ્રામ પંચાયતોને નવા સુકાની મળ્યા, રતનાલની હાઈપ્રોફાઈલ બેઠક પર પૂર્વ રાજ્યમંત્રીના પુત્રનો પરાજય
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર તાલુકાની 17 ગ્રામ પંચાયતો માટે યોજાયેલી સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણીના પરિણામો બુધવારે જાહેર કરવામાં આવ્યા હતા. કેકેએમએસ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરી સાંજે સાડા સાત વાગ્યા સુધી ચાલી હતી. સૌથી પહેલાં દેવળિયાનું અને છેલ્લે હાઈપ્રોફાઈલ રતનાલનું પરિણામ જાહેર કરાયું હતું. વિજેતા સરપંચોને તેમના સમર્થકોએ વિજય સરઘસ કાઢી વધાવ્યા હતા.
અંજારની મુખ્ય વિજેતાઓની યાદી:
- અજાપર: કરશન ડાહ્યાભાઇ વઘોરા (464 મતે વિજેતા)
- સાપેડા: મનુબેન ભીખાભાઇ (વિજેતા)
- આંબાપર: શંકરભાઇ વેલજીભાઇ (721 મતે વિજેતા)
- ખંભરા: લખીબેન પ્રકાશ હુંબલ (1128 મતે વિજેતા)
- ખારાપસવારીયા: કોમલબેન રાઘાભાઇ રબારી (451 મતે વિજેતા)
- જરૂ: જશુબેન ભરતભાઇ જરૂ (663 મતે વિજેતા)
- દેવળીયા: કરીમાબેન ઇશા મથડા (વિજેતા)
- નિંગાળ: રાજેશ અરજણભાઇ જરુ (801 મતે વિજેતા)
- મથડા: મહેફૂઝાબાનુ જુસબ ગની (911 મતે વિજેતા)
- મોડવદર: દિનેશ કરમશી રબારી (777 મતે વિજેતા)
- રતનાલ: સરિયાબેન ત્રીકમભાઇ વરચંદ (2479 મતે વિજેતા, ત્રિકમભાઇ વાસણભાઇ આહીરને 154 મતે હરાવ્યા)
- રાપર (અંજાર): રતાભાઇ વેલાભાઇ (469 મતે વિજેતા)
- મોડસર (અંજાર): ધનુબેન નારાણભાઇ (565 મતે વિજેતા)
- રામપર (અંજાર): રાજેશભાઇ તેજાભાઇ (640 મતે વિજેતા)
- વરસાણા: દક્ષાબા અનિરૂધ્ધસિંહ (448 મતે વિજેતા)
- વીડી: હમીદ મુસાભાઇ જત (1098 મતે વિજેતા)
- સિનુગ્રા: રામજી પચાણ મહેશ્વરી (1170 મતે વિજેતા)
અંજારની 16 ગ્રામ પંચાયતોમાં મહિલાઓનો દબદબો જોવા મળ્યો હતો, જેમાંથી 7 ગ્રામ પંચાયતમાં મહિલાઓની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
રતનાલની હાઈપ્રોફાઈલ ચૂંટણીમાં પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના પુત્ર ત્રિકમ વાસણભાઈ આહીરનો પરાજય થયો હતો. ગત ટર્મમાં સરપંચ રહી ચૂકેલા સરિયાબેન ત્રિકમભાઇ વરચંદે તેમને 154 મતોના માર્જિનથી હરાવ્યા હતા. મત ગણતરી બાદ બંને પક્ષના સમર્થકો સામસામે આવી ગયા હતા, જોકે પોલીસે સમયસર પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આંતરિક અસંતોષને કારણે વાસણભાઈ આહીરના પરિવારના સભ્યો હોવા છતાં ગ્રામજનોએ સરિયાબેનના કાર્યોને પ્રાધાન્ય આપ્યું હોવાનો સુર વ્યક્ત થયો હતો.
રાપર તાલુકાની 25 ગ્રામ પંચાયતોના સુકાની જાહેર: ભાજપ પ્રમુખના માતાનો પરાજય
રાપરની મોર્ડન સ્કૂલ ખાતે યોજાયેલી 24 ગ્રામ પંચાયતોની મતગણતરીમાં કેટલાક ધારણા બહારના પરિણામો જોવા મળ્યા હતા. ગેડી ગ્રામ પંચાયતમાં રાપર તાલુકા ભાજપ પ્રમુખ નસાભાઈ દેયાના માતા ફૂલીબેન સામતભાઈ દેયાનો સરપંચ પદની ચૂંટણીમાં પરાજય થયો હતો, તેમને હરીફ ઉમેદવાર બબીબેન પરબતભાઈ દેયાએ 983 મતની જંગી બહુમતીથી હરાવ્યા હતા.
રાપરના કેટલાક મુખ્ય વિજેતાઓ:
- ગેડી: બબીબેન પરબતભાઈ દેયા (983 મતે વિજેતા
- જેસડા: શીતલબા રાસુભા જાડેજા (354 મતે વિજેતા)
- ચિત્રોડ: દિવ્યરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા (1103 મતે વિજેતા)
- વણોઇ: માદેવા વાલા રબારી (8 મતે વિજેતા)
- ફતેહગઢ: સોનલબેન રમેશ દાફડા (434 મતે વિજેતા)
- ડેડરવા: જયાબા બનેસંગ જાડેજા (179 મતે વિજેતા)
- સણવા: નથુભાઈ નારણભાઇ મઢવી (593 મતે વિજેતા)
- મોમાઈમોરા: દામાભાઈ નોંઘાભાઈ ચૌહાણ (26 મતે વિજેતા)
- બેલા: લાલજી ગણેશભાઈ ભીલ (107 મતે વિજેતા)
- વિજાપર: અમીરભાઈ અયુબ હિંગોરજા (135 મતે વિજેતા)
- વ્રજવાણી: ગણેશભાઈ સામત ગારિયા (498 મતે વિજેતા)
- લોદ્રાણી: નિરાલીબેન રામજી પરમાર (257 મતે વિજેતા)
- માંજુવાસ: દેવીબેન હરેશભાઇ આયર (94 મતે વિજેતા)
- ટીંડલવા: ગંગાબેન માનસંગ કોલી (76 મતે વિજેતા)
- આડેસર: ઉષાકુંવરબા ગુમાનસિંહ જાડેજા (1028 મતે વિજેતા)
- આણંદપર: અલ્પાબેન રાજેશ મકવાણા (195 મતે વિજેતા)
- સૂવઈ: મનોજ મોતીલાલ છાડવા (663 મતે વિજેતા)
- સુખપર: નાથાભાઈ આયર (126 મતે વિજેતા)
- શાનગઢ: દિપક હમીર પરમાર (વિજેતા)
- બાદલપર: મણીબેન લખમણ કોલી (વિજેતા)
- માખેલ: શાંતાબેન રામજી મઢવી (વિજેતા)
- વજેપર: રામજી જેસા રાવરીયા (વિજેતા)
- બાલાસર: રામભાઇ ચૌહાણ (વિજેતા)
- રામવાવ: હમીરાભાઇ બેચરા સોનારા (વિજેતા)
- કુડા-જામપર: ભરત કુંભાભાઇ મેરિયા (વિજેતા)
ભચાઉ તાલુકાની છમાંથી પાંચ ગ્રામ પંચાયતોને મહિલા સુકાની મળ્યા
ભચાઉ તાલુકામાં 9 ગ્રામ પંચાયતોમાંથી ત્રણ સમરસ થઈ જતા બાકી રહેલી 6 ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાયું હતું. ભચાઉના આઈટીઆઈ સંકુલ ખાતે સવારથી શરૂ થયેલી મતગણતરીમાં 6માંથી 5 મહિલા ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા.
ભચાઉના વિજેતા ઉમેદવારો:
- ઘરાણા: સોનલબેન બાબુભાઈ ડાંગર (662 મતે વિજયી)
- જૂના કટારીયા: નીલમબેન હેમુદાનભાઈ ગઢવી (384 મતે વિજયી)
- ગણેશપર: કુંવરબેન અરજણભાઈ ઢીલા (330 મતે વિજયી)
- લખપત: અંબાવીભાઈ બચુભાઈ રાવરીયા (57 મતે વિજયી)
- કકરવા: રાણીબેન માદેવભાઈ ઉંદરીયા (350 મતે વિજયી)
- માય ગામ: શાંતીબેન ગોવિંદભાઈ વાણીયા (59 મતે વિજયી)
જૂના કટારીયામાં સરપંચ પદના ઉમેદવાર રૂડીબેન ગામીનો પરાજય થયો હતો, જેમણે અગાઉ ધારાસભ્યની ચૂંટણીમાં પણ ઉમેદવારી નોંધાવી હતી. પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહેલ, મામલતદાર મોડસિંહ રાજપુત અને ભચાઉ પોલીસ અધિકારી અર્જુનસિંહ જાડેજા સહિતના અધિકારીઓની આગેવાનીમાં મતગણતરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.
ભુજ તાલુકાના ધાણેટીમાં સરપંચ પદે મહેશ બાબુભાઇ માતા 520 મતથી વિજયી બન્યા
ભુજ તાલુકાના ધાણેટી ગામમાં યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદે મહેશ બાબુભાઇ માતાનો ભવ્ય વિજય થયો છે. તેમણે 520 મતોની જંગી સરસાઈથી પોતાના હરીફ ઉમેદવારને પરાજય આપ્યો હતો. આ વિજયને પગલે ધાણેટી ગામમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.