વેપારીઓને મોટો ફટકો : ગાંધીધામમાં ₹100 કરોડથી વધુનું ધિરાણ અટવાયું

વેપારીઓને મોટો ફટકો : ગાંધીધામમાં ₹100 કરોડથી વધુનું ધિરાણ અટવાયું વેપારીઓને મોટો ફટકો : ગાંધીધામમાં ₹100 કરોડથી વધુનું ધિરાણ અટવાયું

ગાંધીધામ ટુડે, ન્યૂઝ :  ગાંધીધામ પ્રોપર્ટી ઓનર્સ એસોસિયેશન તરફથી ડીપીએ (દીનદયાળ પોર્ટ ઓથોરિટી)ના ચેરમેનને લેખિત પત્ર પાઠવી મોર્ગેજની પરવાનગીઓ બંધ કરવાના નિર્ણયો સામે ગાઢ અસંતોષ વ્યક્ત કર્યો છે. સંગઠન વતી ધર્મેશ દોશીએ જણાવ્યું હતું કે, ચેરમેન દ્વારા મૌખિક સહમતી આપવામાં આવ્યા બાદ પણ સંબંધિત વિભાગ દ્વારા મોર્ગેજની મંજૂરી અટકાવવામાં આવી છે, જે સંકુલોના વિકાસમાં અવરોધરૂપ છે.

તેઓએ વધુમાં જણાવ્યું કે, લીઝહોલ્ડ ટાઈટલ હોવાને કારણે મોર્ગેજ માટે બેંકો પાસેથી ધિરાણ મેળવવા ડીપીએની પરમિશન ફરજિયાત હોય છે. પરંતુ હાલ આ પરમિશનો આપવી બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે કરોડો રૂપિયાનું ધિરાણ અટવાઈ ગયેલું છે. લોકો તેમની મિલકતની મૂડીકરણ નથી કરી શકતા – જેથી વેપાર, રોકાણ અને વિકાસ થંભી ગયો છે.

ઓપન પ્લોટ ટ્રાન્સફર તેમજ બાંધકામ માટેની મુદતો અંગે પણ સંગઠને પ્રશ્ન ઉઠાવ્યો હતો. એસઆરસી દ્વારા આપેલી લીઝ ડીડમાં બાંધકામ માટેના સમયમર્યાદાના શરતો વ્યાવહારિક સંજોગોમાં અમલમાં લાવવી અઘરી બની છે, તેમ કહી બાંધકામ ન થયેલ પ્લોટ ટ્રાન્સફર પર પ્રતિબંધ લાદવો અયોગ્ય છે એવો મત આપ્યો હતો.

અંતે સંગઠને પ્રશ્ન કર્યો કે, જ્યારે પોર્ટ ઓથોરિટી ખુદ વર્ષોથી પ્રસ્તાવિત સ્માર્ટ સિટીના વિકાસમાં નિષ્ફળ રહી છે, ત્યારે સ્થાનિક મિલકતધારકો પાસે કડક શરતોની અપેક્ષા કેમ રાખવામાં આવે છે?

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *