સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને પૂર્વ કચ્છ પોલીસે ₹14.96 લાખ પાછા અપાવ્યા

સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને પૂર્વ કચ્છ પોલીસે ₹14.96 લાખ પાછા અપાવ્યા સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને પૂર્વ કચ્છ પોલીસે ₹14.96 લાખ પાછા અપાવ્યા

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ, ગાંધીધામના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને ₹14,96,777 (ચૌદ લાખ છન્નુ હજાર સાતસો સિત્તોતેર) રૂપિયા પાછા અપાવવામાં સફળતા મેળવી છે. આ રકમ જૂન 2025 દરમિયાન થયેલા ફ્રોડ સંબંધિત હતી.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ અને પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ, ગાંધીધામના માર્ગદર્શન હેઠળ, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ATM ફ્રોડ, લોન-લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપિંગ ફ્રોડ અને OLX/ફેસબુક પર આર્મીના નામે થતી વસ્તુઓની ખરીદી સંબંધિત તમામ પ્રકારના સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડે છે.

ગુજરાત સરકારે સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે સામાન્ય નાગરિકોને ઓનલાઈન છેતરપિંડી દ્વારા ગુમાવેલા નાણાંને તાત્કાલિક રોકવા અને ગુનાઓ અટકાવવામાં મદદ કરે છે. આ પ્રોજેક્ટ હાલમાં સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ, સી.આઈ.ડી. ક્રાઈમ હેઠળ કાર્યરત છે. સાયબર ક્રાઈમ ઇન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટ (IRU) ઓનલાઈન છેતરપિંડી દ્વારા નાણાં ટ્રાન્સફર થાય ત્યારે તેને તાત્કાલિક રોકવાનું કામ કરે છે.

સાયબર ક્રાઈમનો ભોગ બનેલા નાગરિકો હેલ્પલાઈન નંબર 1930 ડાયલ કરીને તેમની ફરિયાદ નોંધાવી શકે છે. IRU એક ટિકિટ નંબર આપે છે અને શંકાસ્પદ બેંક ખાતાઓને નાણાં ફ્રીઝ કરવા અથવા જો નાણાં ટ્રાન્સફર થઈ ગયા હોય તો તેની માહિતી આપવા માટે સંબંધિત બેંકોને BNSS ની કલમ 94 અને 106 હેઠળ નોટિસ આપવામાં આવે છે. આ નોટિસના આધારે, બેંકો શંકાસ્પદ રીતે મેળવેલા નાણાં ફ્રીઝ કરે છે.

વર્ષ 2025 માં, સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર મળેલી ફરિયાદોના આધારે, અરજદારો દ્વારા ગુમાવેલા નાણાં રાજ્ય અને રાજ્ય બહારની વિવિધ બેંકોમાં ફ્રીઝ કરવામાં આવ્યા હતા. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.જી. પટેલ અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટાફે અરજદારોને નાણાં પાછા મેળવવા માટે કોર્ટમાં અરજી કરવાની સલાહ આપી અને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી. NCCRP પરની 1930 ની ઓનલાઈન અરજીઓમાં, જૂન 2025 માં, પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાના અરજદારોને ફ્રોડમાં ગુમાવેલા ₹14,96,777 તેમના બેંક ખાતામાં પાછા મળ્યા હતા.

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, પૂર્વ કચ્છ, ગાંધીધામનો સંપર્ક સાયબર હેલ્પલાઈન નંબર 1930 અથવા ઈ-મેલ આઈડી [email protected] પર કરી શકાય છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *