ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાગોદર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા, બોર્ડર રેન્જ ભુજ-કચ્છ, અને પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, પૂર્વ કચ્છ ગાંધીધામના માર્ગદર્શન હેઠળ ગાગોદર પોલીસે ખટલાવાંઢની સીમમાંથી RJ-06-GD-8423 નંબરની ટ્રક અને GJ-12-BZ-2453 નંબરની બોલેરો પીકઅપ ડાલુ જપ્ત કર્યા હતા.
ટ્રકમાંથી સફેદ કલરની માટી તેમજ પથ્થરના નાના મોટા ટુકડાઓની આડમાં સંતાડેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની સફેદ કલરની પ્લાસ્ટિકના કોથળાઓમાં ભરેલી ક્વાર્ટર ખાખી કલરની પેટીઓ મળી આવી હતી. બોલેરો પીકઅપ ડાલામાંથી પણ ભારતીય બનાવટની વિદેશી દારૂની ક્વાર્ટર ખાખી કલરની પેટીઓ મળી આવી હતી. કુલ મુદ્દામાલમાં કાઉન્ટી ક્લબ ડીલક્સ વિસ્કીની 4848 બોટલો (કિંમત રૂ. 14,54,400/-) અને વાઇટ લેસ વોડકા ઓરેન્જ ફ્લેવરની 2304 બોટલો (કિંમત રૂ. 6,91,200/-)નો સમાવેશ થાય છે.
જપ્ત કરાયેલા અન્ય મુદ્દામાલમાં ટ્રક (કિંમત રૂ. 10,00,000/-) , બોલેરો પીકઅપ ડાલું (કિંમત રૂ. 10,00,000/-) , અને આઇફોન 14 પ્રો મેક્સ મોબાઈલ ફોન (કિંમત રૂ. 50,000/-)નો પણ સમાવેશ થાય છે. કુલ મુદ્દામાલની કિંમત રૂ. 36,95,600/- થાય છે.
આ કેસમાં હિતેન્દ્રસીંહ ઉર્ફે હિતુભા જોરૂભા વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે. વોન્ટેડ આરોપીઓમાં પકારામ (માલ મોકલનાર) , ઓમદાન ગઢવી (માલ મંગાવનાર મારફતે) , વિજય ઠાકોર , નિલેષ ઉર્ફ ફાગોપ્રભુભાઈ , અશ્વિન ડાંગર , ટ્રક વાહન RJ-06-GD-8423 નો ચાલક અને ખલાસી નો સમાવેશ થાય છે. આ કામગીરી પોલીસ ઈન્સપેક્ટર વી.એ. સેંગલ અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.